
(પ્રતિનિધિ દ્રારા) સુરત, તા. 31 માર્ચ 2019, રવિવાર
લિંબાયતમાં મદીના મસ્જીદ પાસે એક મકાનમાં ગેસ લીકેજથી આગ લાગત નાસભાગ મચી ગઇ હતી. આગ ફેલાતા બે-ત્રણ ગેસ સિલિન્ડર ઝપેટમાં આવતા ત્આગ બુઝાવવા ગયેલો એક યુવાન દાઝ્યો હતો.
ફાર્યર બ્રીગેડના સુત્રો પાસેથી મળેલી વિગત મુજબ લિંબાયતમાં મદીના મસ્જીદ પાસે બુધ્ધ સોસાયટી પાસે ત્રણ માળની બિલ્ડીગના બીજા માળે રહેતા મોહમંદ સમસદ (ઉ.વ.૩૨) ઘરમાં ટીફિન સર્વિસનું કામ કરે છે. રવિવારે સવારે તેના ઘરમાં સિલિન્ડરની પાઇપમાંથી ગેસ લીકેજ થયા આગ ફાટી નીકળતા નાસભાગ મચી ગઇ હતી. જોત-જોતામાં આગ ફેલાતા રૂમમાં મુકેલા છ સિલિન્ડર પૈકી બેથી ત્રણ સિલિન્ડર લપેટમાં આવી ગયા હતા.
આગે સાથે ધુમાડાના ગોટેગોટા નીકળવા માંડયા હતા. આગ બુઝાવવા ગયેલા મોહમંદ સમસદ જમણા પગ, ડાબા હાથ અને માથામાં આગની જ્વાળા લાગતા દાઝી ગયો હતો. તેને સારાવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો.
ફાયર ઓફિસર બી.કે સોંલકી અને ફાયર જવાનો તરત ઘટના સ્થળે ધસી ગયા હતા.ત્યાં ડીડોલી, ડુંભાલ ફાયર સ્ટેશનની ગાડી પણ આવી ગઇ હતી. પણ ગલી સાકડી હોવાથી ફાયરની ગાડી ઘર સુધી પહોચી શકે તેમ ન હતી. તેથી ફાયર જવાનોએ ૧૫૦ ફુટ પાઇપ લંબાવીને પાણીનો છંટાવ કર્યો હતો. અને આગમાં સળગેલા ગેસ સિલિન્ડરને બુજાવ્યા હતા. બાદમાં ૬ સિલિન્ડરને બહાર કાઢ્યા હતા. જવાનોઅ સતત પોણો કલાક સુધી જહેમત ઉઠાવી આગ કાબુમાં લેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ફાયર જવાનોએ સમય પર આગ બુઝાવતા પહેલો અને ત્રીજો માળ સહિત મકાન બચી ગયું હતું. અને સિલિન્ડર બ્લાસ્ટ નહી થતા મોટી દુર્ધટના ટળી હોવાનું ફાયર સુત્રો જણાવ્યું હતું.
from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Urditu
No comments:
Post a Comment