
(પ્રતિનિધિ દ્વારા) સુરત,તા. 31 માર્ચ 2019, રવિવાર
સુરતમાં કાપડ બજારમાં આવેલી રઘુકુળ માર્કેટમાં વેપાર કરતા કાપડના વેપારી પાસેથી હેન્ડવર્ક માટે ૪૫૦૦ નંગ સાડીઓ મેળવીને એક કારખાનેદારે બારોબાર વેચી નાંખી હતી. આ સાડીઓની કિંમત રૂ.૯.૫૦ લાખ થાય છે. જોબવર્ક કરનારાએ સાડીઓ તો પરત કરી નહોતી, કિન્તુ સાડીઓના પૈસા પણ ચૂકવ્યા નહોતા.
રઘુકુળ માર્કેટના વેપારી ભવરસિંગ ચૌધરીએ ભૂમિ એન્ટરપ્રાઈઝના પ્રવીણ ભાલાળા વિરુદ્ધ છેતરપિંડીની સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ગત ફેબુ્રઆરી માસ દરમિયાન સાડીઓમાં સ્ટોનવર્ક અને લસપટ્ટી લગાવવાના કામ માટે ૪૫૦૦ નંગ સાડીઓ કારખાનેદારે મેળવી હતી. બાદમાં સાડીઓ પરત કરી નહોતી અને બારોબાર વેચી નાખી હતી.
સલાબતપુરા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. કારખાનેદાર પ્રવીણ ભાલાળાએ આજથી દોઢ મહિના પહેલા વેપારીની કોહીનૂર માર્કેટમાંની હેન્ડવર્ક માટે સાડીઓ મેળવી હતી. જોકે, કારખાનેદારે સાડીઓ વેચીને રોકડી કરી લીધી હતી. વેપારીએ પૈસાની ઉઘરાણી વારંવાર કરી હતી પરંતુ ખોટાં વાયદાઓ સિવાય કશું કર્યું નહોતું.
from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JUUpLI
No comments:
Post a Comment