શેરડીનાં ટનદીઠ રૂ. 2376થી 3035 સુધીનો ભાવ:ખેડૂતોને આર્થિક નુકસાન - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 2 April 2019

શેરડીનાં ટનદીઠ રૂ. 2376થી 3035 સુધીનો ભાવ:ખેડૂતોને આર્થિક નુકસાન


- અપેક્ષા મુજબ ગતવર્ષ કરતા ખેડૂતોને ટનદીઠ રૂ.૭૦થી ૧૧૦ સુધી ઓછા મળશે ઃ વિશ્વ બજારમાં ખાંડનાં નીચા ભાવ અને વધુ ઉત્પાદનની અસર

- એક માત્ર મહુવા શુગરે ટનદીઠ રૂ.પ૪નો વધારો જાહેર કર્યો

બારડોલી, તા. 31 માર્ચ 2019, રવિવાર

ગુજરાતમાં શુગર ફેક્ટરીનાં હબ ગણાતા દક્ષિણ ગુજરાતની સહકારી શુગર ફેક્ટરીઓ દ્વારા વર્તમાન શેરડી પિલાણ સીઝનનાં શેરડીનાં ટન દીઠ રૂ.૨૩૭૬થી રૂ.૩૦૩પ સુધીનાં ભાવ જાહેર કર્યા છે. ખાંડ ઉદ્યોગમાં અપેક્ષા મુજબ ગત વર્ષ કરતા શેરડીનાં ટનદીઠ રૂ.૭૦થી ૧૧૦ સુધી ભાવમાં ઘટાડો થતાં શેરડી ઉત્પાદક ખેડૂતોને આર્થિક નુકશાન સહન કરવુ પડશે. વિશ્વ બજારમાં ખાંડનાં ભાવ નીચે અને દેશમાં વપરાશ કરતા ખાંડનું પ૦થી ૬૦ લાખ મેટ્રીક ટન વધુ ઉત્પાદન આવતા વર્ષે પણ શેરડીનાં ભાવને અસર કરશે.

ગુજરાત રાજ્ય સહકારી ખાંડ ઉદ્યોગ સંઘની ચલથાણ શુગર ફેક્ટરી ખાતે મળેલી બેઠકમાં દરેક શુગર ફેક્ટરીઓ દ્વારા વર્તમાન શેરડી પિલાણ સિઝનમાં શેરડીનાં ટનદીઠ આખરી ભાવ નક્કી કરવા સ્ટોક વેલ્યુ કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરેલી એમએસપી (મીનીમમ સેલીંગ પ્રાઈઝ) ખાંડનાં દાગીના (૧૦૦ કિલો) દીઠ રૂ.૩૧૦૦ નક્કી કર્યા હતા. બાદમાં રવિવારે બપોરે દક્ષિણ ગુજરાતની તમામ સહકારી શુગર ફેક્ટરીમાં બોર્ડ મીટીંગ મળી હતી. જેમાં કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરેલી શેરડીની એફઆરપી (ફેર  એન્ડ રેગ્યુલેટરી પ્રાઈઝ) સરેરાશ રૂ.૨૬૪૦ કરતા રૂ.૭૦થી ૧૧૦ વધારે નક્કી કરી જાહેર કર્યા હતા. તમામ શુગર ફેક્ટરી દ્વારા નક્કી કરેલા શેરડીનાં ટનદીઠ ભાવને ગુજરાત સરકાર દ્વારા નિયુક્ત કરેલી કમિટી શેરડીનાં ભાવોને માન્યતા આપશે. એક માત્ર મહુવા શુગરે ગતવર્ષ કરતા ટનદીઠ ભાવમાં રૂ.પ૪નો વધારો જાહેર કર્યો છે.

વિશ્વ બજારમાં ખાંડનું ઉંચુ ઉત્પાદન અને દેશમાં પણ વપરાશ કરતા પ૦થી ૬૦ લાખ મેટ્રીક ટન ખાંડનું ઉત્પાદન વધુ થશે. ખાડ આયાત અને નિકાસની નીતિમાં કેન્દ્ર સરકાર દ્વારા અનેક ફેરફારો કરી ખાંડ ઉદ્યોગને રાહત થઈ શકે તેવા પગલા લીધા હતા. ખાંડની એમએસપી પણ દાગીના દીઠ રૂ.ર૯૦૦માં વધારો કરી છેલ્લા બે માસથી રૂ.૩૧૦૦ કરી છે. ઉપરાંત ઈથેનોલને પેટ્રોલમાં મિશ્રણ કરવાની ટકાવારી પણ પથી વધારે ૧૦ ટકા કરતા ઈથેનોલની માંગ વધી અને ભાવમાં પણ લીટર દીઠ રૂ.૪થી પનો વધારો થયો જેથી શેરડીનાં ભાવમાં થોડી રાહત સાથે ઘટાડો થયો છે. પણ શેરડી ઉત્પાદક ખેડૂતોને આર્થિક નુકસાન થયું છે.

ગત વર્ષની સરખામણીમાં ખેડૂતોને રૂ.૧૦૦ કરોડ સુધીનું નુકસાન

ગત વર્ષ કરતા શેરડીનાં ટનદીઠ ભાવમાં રૂ.૭૦થી ૧૧૦નો ઘટાડો થયો છે. ગતવર્ષે ખાંડની સ્ટોક વેલ્યુ દાગીના દીઠ રૂ.ર૯૦૦થી ૩૦૦૦ મુકી હતી. જે ખાંડ સરેરાશ રૂ.ર૦પ૦માં વેચાણ થઈ હતી. ગત વર્ષનો ખાંડનો સ્ટોક વધુ રહેતા ખાંડ વેચાણમાં મુશ્કેલી થઈ હતી. ઉપરાંત વર્તમાન પિલાણ સિઝનમાં ખાંડનું ઉત્પાદન વધુ થયુ અને બજારમાં ભાવ સતત નીચા રહ્યા હતા. કેન્દ્ર સરકાર દ્વારા ખાંડ નિકાસમાં સબસીડી અને ખાંડની દાગીના દીઠ એમએસપી રૂ.ર૯૦૦થી વધારી રૂ.૩૧૦૦ કરતા થોડી રાહત થઈ છતાં ખેડૂતોને શેરડીનાં ભાવ ઓછા મળતા ગત વર્ષ કરતા ખેડૂતોને રૂ.૧૦૦ કરોડ સુધીનું નુકશાન થયું છે. શેરડી ઉત્પાદક ખેડૂતો નિરાશ થતાં શેરડીનાં પાકનું વાવેતર ઓછુ કરી અન્ય પાકનું વાવેતર કરી રહ્યાં છે.



from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JUydRG

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages