વડોદરા,તા,1,એપ્રિલ,2019,સોમવાર
આલિયા એન્ટરપ્રાઇઝના નામે કંપની શરૃ કરી રોકાણકારોને માસિક ૧૫ ટકાના વળતરની લાલચ આપી લાખો રૃપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. આ ગુનામાં સામેલ બે આરોપીઓને ચાર વર્ષની કેદ કરી છે. તેમજ રૃપિયા ગુમાવનાર ત્રણ વ્યક્તિઓને છ લાખ ચૂકવવાનો હુકમ કર્યો છે.
આ અંગેની વિગત એવી છે કે, અમદાવાદમાં ટોકરશાનીપોળ, ગાયકવાડ હવેલી સામે, રાયખડ, જમાલપુર ખાતે રહેતા કુત્બુદ્દીન નિઝામુદ્દીન સૈયદ તથા તેના ભાઇ મોઇન નિઝામુદ્દીન સૈયદે આલિયા એન્ટરપ્રાઇઝ નામની કંપની શરૃ કરી હતી. રોકાણકારોને માસિક ૧૫ ટકા વ્યાજ ચૂકવવાની ખાત્રી આપી કંપની સંચાલકો દ્વારા રૃપિયા ઉઘરાવવામાં આવ્યા હતા.
તાંદલજામાં રહેતા ફરિયાદી મુજફફરહુસેન નિયાઝહુસેન સૈયદને આ વાત પાડોશી શાહીદઅલી મુસ્તુફામીયા સૈયદ ઉર્ફે રાજુ કરાટે માસ્તરે કરી હતી. સાહીદદઅલી તથા તેની પત્ની સાયરાબાનુએ રૃપિયાની સંપૂર્ણ જવાબદારી લીધી હતી. જેથી ફરિયાદીએ ૨૪ લાખ રૃપિયા ફેબુ્રઆરી ૨૦૧૧માં આપ્યા હતા. જે રૃપિયાની પરત ચૂકવણી નહી કરી કંપની સંચાલકો ઓફિસ બંધ કરીને ભાગી ગયા હતા. આલિયા એન્ટરપ્રાઇઝના સંચાલકોએ તાંદલજા વિસ્તારમાંથી જ ૩૬.૯૦ લાખ રૃપિયા ઉઘરાવી પરત નહી ચૂકવીને કૌભાંડ આચર્યુ હતુ. જે અંગે જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ હતી. ચાર આરોપીઓ (૧) કુત્બુદ્દીન સૈયદ (૨) અબ્દુલમુબીન અબ્દુલલતીફ શેખ (રહે. સામીયાના ડુપ્લેક્ષ વેજલપુર અમદાવાદ) (૩) મોહંમદ સોએલ ઉર્ફે બબલુ દિવાન (રહે. એન્લહક સોસાયટી સરખેજ અમદાવાદ) (૪) મોઇનુદ્દીન સૈયદ સામેનો કેસ ચીફ કોર્ટમાં ચાલી ગયો હતો. ચીફ મેજીસ્ટ્રેટ જી.જે. શાહે બે ભાઇઓ કુત્બુદ્દીન સૈયદ અને મોઇનુદ્દીન સૈયદને ચાર વર્ષની કેદ કરી છે. જ્યારે અબ્દુલમુબીન અને મોહંમદ સોએલને નિર્દોષ ઠેરવ્યા છે. સરકાર તરફે વકીલ આર.એ. વાણીયાએ રજુઆતો કરી છે.
from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2CO2aNB
No comments:
Post a Comment