વડોદરા,તા,1,એપ્રિલ,2019,,સોમવાર
છાણી ગુરૃદ્વારા મેરેજ હોલમાં ગયેલા સાસુ- વહુના પર્સની ચોરી કરનાર આરોપીને પીસીબી પોલીસે ઝડપી પાડી બે મોબાઈલ ફોન કબ્જે કર્યા છે.
આ અંગેની વિગત એવી છે કે ગત ડિસેમ્બર મહિનામાં છાણી ગુરૃદ્વારા મેરેજ હોલમાં લગ્નપ્રસંગમાં ગયેલા સાસુ-વહુના પર્સની ચોરી થઈ હતી.
જે અંગે છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. આ પર્સમાંથી મળેલા બે મોબાઈલ ફોન વેચવા માટે મુજમહુડા ગાર્ડન પાસે ફરતા સીદ્દીકખાન સુલતાનખાન પઠાણ (રહે.મહાબલીપુરમ તાંદલજા)ને પીસીબી પોલીસે ઝડપી પાડયો છે. અને આરોપી પાસેથી બંને મોબાઈલ કબ્જે લેવામાં આવ્યા છે. આરોપીએ શહેરમાં અન્ય સ્થળે ચોરી કરી છે કે કેમ? તે અંગે પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે.
from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VgydwU
No comments:
Post a Comment