
- ધરમપુરના રાજપૂરી તલાટમાં ડૉ. કે.સી. પટેલ પાસે યુવાનોએ સાધનો માંગતા ચૂંટણી પછી મળી જશે એવી વાત કરી
ધરમપુર, તા. 1 એપ્રિલ 2019, સોમવાર
ધરમપુર તાલુકાના વાંસદા તરફના રોડ ઉપર આવેલા રાજપૂરી તલાટ ગામે ચૂંટણી પ્રચાર અંતર્ગત બુથ મીટીંગ પતાવી નીકળતા વલસાડ લોકસભાના ભાજપના ઉમેદવાર ડૉ. કે.સી. પટેલને ક્રિકેટના સાધનો આપીશું એવા આપેલા વચનની સ્થાનિક યુવાનોએ યાદ અપાવી હતી. આ અંગેનો વિડીયો ખોટા વાયદાઓ આપતા ભાજપવાળાને ભગાડવામાં આવ્યા હોવાના નામે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
રાજપૂર તલાટ ગામના યુવાનોએ ભાજપના ઉમેદવાર ડૉ.કે.સી.પટેલને ક્રિકેટના સાધનો આપવાનો વાયદો યાદ કરવાતા તેમણે ચૂંટણી પછી એક સદી અરજી આપજો, સાધનો મળી જશે એવી વાત દોહરાવી હતી. તો સ્થાનિક ધારાસભ્ય અરવિંદ પટેલ સાધનો મેળવણી રીત વિષે વાત કરી સરકારે સાધનો વિતરણ કરવા અંગે બનાવેલા વિવેકાનંદ ગુ્રપની પૃચ્છા કરી વાતનો જવાબ આપ્યો હતો. કેટલાક યુવાનોને વાયદો યાદ કરાવતી વાતનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો. આ અંગે ધરમપુર શેહર ભાજપ પ્રમુખ સમીપ રંચે જણાવ્યું કે, મીટીંગ પૂરી થયા બાદ નીકળતી વેળાએ સહજ થયેલી વાતચીતનો આ વિડીયો છે.
સરકાર દર વર્ષે જીલ્લા પંચાયતના નેજા હેઠળ વિવેકાનંદ ગુ્રપના ઉપક્રમે ક્રિકેટના સાધનો વિતરણ કરે જ છે, કોઈ પણ ગામના યુવાનો આવા સાધનો મેળવવા પાત્ર છે અને આમાં નોંધાયેલા યુવાનોને આ વર્ષે વલસાડથી વિતરણ શરૂ પણ કરવામાં આવ્યું હતું પરંતુ અચાનક આવી પડેલી આચાર સંહિતાને લીધે આ સાધનો આવીને ગોડાઉનમાં પડયા છે. ચૂંટણી પછી તમામને સાધનો વિતરણ કરવામાં આવશે. જોકે, કેટલાક યુવાનોએ સરકાર તરફથી મળતા સાધનોને ભાજપ સાથે જોડી દેતા વાતનું વતેસર થયું હતું
from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WzRxVO
No comments:
Post a Comment