
બારડોલી, તા. 1 એપ્રિલ 2019, સોમવાર
બારડોલીથી મહુવા જતા રોડ પરથી પસાર થતી મારૂતી વાનને એસઓજીની ટીમે અટકાવી ર૦૦ લીટર સરકારી ભુરૂ કેરોસીન ભરેલા બેરલ સાથે ચાલકને ઝડપી લીધો હતો. બારડોલી તાલુકાનાં નિઝર ગામે દુકાનદાર ગરીબ ગ્રાહકો પાસેથી રૂ.૩પમાં એક લીટર સરકારી કેરોસીન ખરીદી બારડોલી નગરમાં દુકાનદારને રૂ.પ૦માં લીટરનાં ભાવે વેચાણ કરતો હોવાનો પર્દાફાશ થતા નિઝરનાં દુકાનદારની પણ ધરપકડ કરી છે.
સુરત જિલ્લા એસઓજી પીએસઆઈ પી.એન. ઝીંઝુવાડીયા પોતાના સ્ટાફ સાથે મહુવા ખાતે જૈન મંદિરમાં થયેલી ચોરીની તપાસ માટે જતા હતા. તે સમયે બારડોલીથી મહુવા જતા રોડ ઉપર મારૂતીવાન (નં.જીજે-૧પ-કે-૭૩૧૪)માં બેરલ ભરેલા જણાતા અટકાવી હતી. મારૂતીવાન ચાલક ચેતન પ્રકાશ ઉગમલાલ કુમાવત (રહે.કંુભાર ફળિયા, રામજી મંદિર સામે, બારડોલી, જિ.સુરત, મૂળ રહે.પડાશોલી, તા.આસિંદ, જિ. ભિલવાડા, રાજસ્થાન)ને પક્ડી લઈ બેરલમાં ભરેલા કેરોસીનની તપાસ કરતા સરકારી કેરોસીન ર૦૦ લીટર કિંમત રૂ.૧૦,૦૦૦નો જથ્થો હતો. જે અંગે પુછતાછ કરતા બારડોલી તાલુકાનાં નિઝર ગામે અનાજ કરિયાણાની દુકાન ચલાવતા તેજમલ લાદુરામ સેન (ઉ.વ.૪ર)ને ત્યાંથી કેરોસીન લાવી પોતાની દુકાનમાં રાખી વેચાણ કરતો હોવાની કબુલાત કરી હતી.
પોલીસે તેજમલની નિઝર ખાતેથી ધરપકડ કરી પ્રાથમિક પુછતાછ કરતા દુકાને ખરીદી કરવા આવતા ગરીબ રેશનકાર્ડ ધારકોને મળતુ કેરોસીન લીટરનાં રૂ.૩પ આપી ખરીદી કરી બેરલમાં ભરે છે. ર૦૦ લીટર થાય એટલે ચેતન કુમાવત જેવા દુકાનદારને લીટરનાં રૂ.પ૦ પ્રમાણે વેચી દેતા હોવાની કબુલાત કરી છે. પોલીસપુછતાછમાં ચેતન કુમાવતે જણાવ્યું કે દુકાનમાં કેરોસીન ન વેચો તો ગ્રાહકો આવતા નથી જેથી આ રીતે કેરોસીન લાવી વેચાણ કરે છે. પોલીસે ચેતન કુમાવત અને તેજમલ સેનની આવશ્યક ચીજ વસ્તુ અધિનિયમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી વધુ તપાસ જમાદાર જયદેવ રાણા કરી રહ્યાં છે.
from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HYMN9l
No comments:
Post a Comment