સુરત એરપોર્ટના લેન્ડીંગ ટ્રેક પાસે શિયાળ બે બચ્ચા સાથે પહોંચી ગયું - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 12 April 2019

સુરત એરપોર્ટના લેન્ડીંગ ટ્રેક પાસે શિયાળ બે બચ્ચા સાથે પહોંચી ગયું


- એરપોર્ટ ફરતે તોતીંગ દિવાલ છતાં ઘૂસેલા ૩ શિયાળ વનવિભાગના પાંજરે પુરાયાઃ એરપોર્ટના ૧૫ કર્મચારી પણ શોધખોળમાં જોતરાયા હતા

(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 11 એપ્રિલ 2019, ગુરૂવાર

સુરત એરપોર્ટ પર બફેલો હીટની ધટના બન્યા બાદ એરપોર્ટની ફરતે જડબેસલાક સુરક્ષા વધારી દેવાઇ હોવા છતા અઠવાડિયા પહેલા વિમાનના ટેક ઓફ અને લેન્ડીંગ વિસ્તારની આસપાસ ફરતા એક શિયાળ અને બે બચ્ચાને  વન વિભાગે પાંજરે પુરતા એકવાર ફરી એરપોર્ટની સુરક્ષામાં ભારે છીંડા જોવા મળતા સુરક્ષાને લઇને ફરી એકવાર સવાલો ઉઠયા છે.

સુરત એરપોર્ટ પર નવેમ્બર-૨૦૧૪માં બફેલો હીટની ઘટના બનતા વિમાની સેવાને ભારે અસર પડી હતી. શહેરીજનોએ વિમાની સેવા  ધમધમતી કરવા માટે આંદોલનો, દેખાવો વિરોધ પ્રદર્શનો કરવા પડયા હતા. આ લડત બાદ સુરત એરપોર્ટને એર કનેકટીવીટી મળતા શહેરના આકાશમાં વિમાનોના અવાજો થોડા થોડા સમયે સંભળાઇ એટલી બધી વિમાની સેવા શરૂ થઇ ગઇ છે. દેશના ખુણે ખૂણે સુરતથી વિમાનો ઉડવા માંડયા છે. બીજી બાજુ બફેલો હીટની ધટના બાદ સુરત એરપોર્ટ ફરતે જડબેસલાક સુરક્ષા વધારી દઇને તોંતીગ દિવાલો ચણી દેવાઇ છે.

સુરત શહેરમાં વિમાની સેવા ધમધમતી થયા બાદ ચાંપતી નજર રાખી રહેલા એરપોર્ટના સુરક્ષા તંત્રને દોઢ મહિના પહેલા વિમાની સેવાની આજુબાજુ ત્રણેક શિયાળો ફરતા નજરે પડતા સાવધાન થઇ ગયા હતા. અને આ શિયાળને પકડવા માટે વન વિભાગની ટીમ અને એરપોર્ટ ઓથોરીટીની ટીમ મળીને ૧૫ કર્મચારીઓ શોધવા કામે લાગ્યા હતા. સાથે જ ત્રણેયને પકડવા માટે પાંજરા મુકાતા અઠવાડિયા અગાઉ પાંજરામાં એક શિયાળ અને બે બચ્ચા પાંજરે પુરાયા હતા. આ ત્રણેયને વન વિભાગ દ્વારા માંડવીના જંગલોમાં છોડી મુકયા હતા. આમ એરપોર્ટ ના સુરક્ષા તંત્રની સાવચેતીના પગલે શિયાળ પકડવામાં સફળતા મળી હતી.

હજી એક મોટુ શિયાળ ફરી રહયુ છે ? 

પ્રાપ્ત માહિતી સુરત એરપોર્ટના વિસ્તારને પોતાનું ઘર બનાવનાર શિયાળ અને બે બચ્ચા પાંજરે પુરાયા બાદ એરપોર્ટ સુરક્ષા તંત્રને શંકા છે કે હજી પણ એક મોટુ શિયાળ આ વિસ્તારમાં ફરી રહયુ છે.આથી આ શિયાળને પકડવા માટે તંત્ર કામે લાગી ગયુ છે.અને એરપોર્ટના વિસ્તારમાં મારણ સાથે પાંજરા મુકીને વોચ રાખી રહયાં છે.



from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IzF94L

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages