ઉમરપાડામાં ધો.૧૦ની પરીક્ષા આપવા અમદાવાદથી આવેલી પરણીતા અચાનક ગુમ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 12 April 2019

ઉમરપાડામાં ધો.૧૦ની પરીક્ષા આપવા અમદાવાદથી આવેલી પરણીતા અચાનક ગુમ


- ઉચવણની દક્ષા પટેલનાં વર્ષ ર૦૦૮માં અમદાવાદનાં કલ્પેશ પટેલ સાથે લગ્ન થયા હતા

બારડોલી, તા. 11 એપ્રિલ 2019, ગુરૂવાર

અમદાવાદથી સુરત જિલ્લાનાં ઉમરપાડા ખાતે વનરાજ હાઈસ્કૂલમાં ધો.૧૦ની પરીક્ષા આપવા આવેલી ર૯ વર્ષની પરણીતા ગુમ થઈ હતી. પતિ અને પિતાએ શોધખોળ કર્યા બાદ ઉમરપાડા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ઉમરપાડા તાલુકાનાં ઉંચવણ ગામે રહેતા જગુભાઈ ગામીતની દિકરી દક્ષા (ઉ.વ.ર૯)નાં વર્ષ ર૦૦૮માં કલ્પેશ બાલચંદ્રભાઈ પટેલ (રહે.દિલ્હી દરવાજા બહાર, જેસીંગભાઈ મેન્સનની ચાલુ, કાપડીયા સ્કૂલ નીચે, અમદાવાદ) સાથે સમાજનાં રિત રિવાજ મુુજબ સમૂહ લગ્નમાં થયા હતા. લગ્ન જીવનમાં ૧૦ વર્ષનો પુત્ર તેજસ છે.

કલ્પેશ પટેલ અમદાવાદ ખાતે પોલીસ હાઉસિંગમાં કોન્ટ્રાક્ટ બેઝ પર ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. દક્ષા ઉમરપાડા ખાતે વનરાજ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી હતી અને ધો.૧૦માં નાપાસ થયેલી હતી. આ વર્ષે તે ધો.૧૦ની પરીક્ષા આપતી હતી. તા.૧૩-૩-૧૯નાં રોજ ઉમરપાડાનાં ઉંચવણ ગામે પિયરમાં આવેલી હતી.

દક્ષા તા.૧૪-૩-૧૯ નાં રોજ પરીક્ષા આપવા ગઈ પછી ઘરે ગઈ ન હતી. ત્રણ દિવસ બાદ કલ્પેશ પટેલે સસરા જગુભાઈ ગામીતને ફોન કરતા જગુભાઈએ દક્ષા પરીક્ષા આપવા ગઈ ત્યાંથી પરત આવી ન હતી. મને એમ કે દક્ષા અમદાવાદ જતી રહી હશે. અમદાવાદથી કલ્પેશ પટેલ ઉંચવણ સાસરે આવી પત્ની દક્ષાની શોધખોળ કર્યા બાદ બુધવારે ઉમરપાડા પોલીસમાં ગુમ થવાની ફરિયાદ નોંધાવતા પોલીસે દક્ષાની શોધખોળ હાથ ધરી છે.



from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GjgTlH

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages