મહાપાલિકામાં સિનીયોરીટીને અવગણી ચાર્જ અપાતા કર્મચારીઓમાં નારાજગી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 11 April 2019

મહાપાલિકામાં સિનીયોરીટીને અવગણી ચાર્જ અપાતા કર્મચારીઓમાં નારાજગી


ભાવનગર, તા. 10 એપ્રિલ 2019, બુધવાર

ભાવનગર મહાનગરપાલિકામાં સિનીયોરીટીને અવગણીને ચાર્જ અપાતા કર્મચારીઓમાં નારાજગી ફેલાઈ છે. બઢતી આપવામાં કર્મચારીઓને અન્યાય કરવામાં આવી રહ્યો છે. નાયબ કાર્યપાલક ઈજનેરના બદલે જુનીયર અથવા અ.મ.ઈ.કક્ષાના કર્મચારીને ચાર્જ અપાતા રોષ જોવા મળી રહ્યો છે. આ બાબતે કમિશ્નરને અગાઉ અનેકવાર રજુઆત કરવામાં આવી છે પરંતુ પરિણામ શૂન્ય જોવા મળી રહ્યુ છે.

છેલ્લા કેટલાક સમયથી ભાવનગર મહાનગરપાલિકામાં સિનીયોરીટી-કેડર વગેરે અવગણીને અ.મ.ઈ. અથવા જુનીયર કક્ષાના કર્મચારીઓને કામ ચલાઉ ચાર્જ આપવામાં આવતો હોય છે. નાયબ કાર્યપાલક ઈજનેર હોવા છતાં નાયબ કાર્યપાલક ઈજનેરમાં જુનીયર અથવા અ.મ.ઈ. કક્ષાના કર્મચારીને સીધા જ ખાતાધિકારી કે કાર્યપાલક ઈજનેરનો ચાર્જ આપવામાં આવે છે, જે ખરેખર સીનીયર અધિકારી-કર્મચારીઓને અન્યાય કર્તા છે. ભવિષ્યમાં બઢતી આપતા સમયે તેઓ હક્કદાર હોતા નથી. હાલ જે સીનીયર નાયબ કાર્યપાલક ઈજનેર છે તેમને ચાર્જ સોંપવામાં આવે તો પ્રમોશન દરમિયાન વિભાગનો અનુભવી પણ મળી જાય અને તેનુ મોરલ પણ જળવાઈ રહે.

મહાપાલિકામાં સીનીયોરીટી તેમજ કેડર મુજબ બઢતી-બદલીને પાત્ર હોય તેવા જ અધિકારી-કર્મચારીને ખાલી પડેલી જગ્યામાં બઢતી, ચાર્જ, બદલી આપવામાં આવે તો અસંતોષ ઉભો ન થાય તેમ કર્મચારીઓમાં ચર્ચાય રહ્યુ છે. મહાપાલિકામાં બઢતી નહી અપાતા કર્મચારીઓમાં હાલ રોષ જોવા મળી રહ્યો છે પરંતુ કમિશ્નર દ્વારા કોઈ પગલા લેવામાં આવતા નથી, જે ગંભીર બાબત છે. આ અંગે કર્મચારીઓએ વારંવાર રજુઆત પણ કરી છે ત્યારે કર્મચારીઓ હિતમાં કમિશ્નરે તત્કાલ પગલા લેવા જરૃરી બની રહે છે. ઉલ્લેખનીય છે કે, ભાવનગર મહાપાલિકામાં એકબાજુ નાયબ કમિશ્નરના પદ પર એક્સ્ટેંશન આપવામાં આવે છે, જયારે બીજીબાજુ કર્મચારીઓને બઢતી નહી આપી અન્યાય કરવામાં આવી રહ્યો હોવાનુ ચર્ચાય રહ્યુ છે. 


from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2U9yBvy

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages