
સિહોર, તા. 10 એપ્રિલ 2019, બુધવાર
સિહોર શહેર અને પંથકમાં નશાખોરોએ પોતાની તલપ સંતોષવા નવો રસ્તો શોધી કાઢ્યો છે. કોસ્મેટીક આઇટમ તરીકે વપરાતા કોલોન વોટર અને અન્ય પ્રવાહીને પીને નશો કરતા લોકો જોવા મળે છે. આ પ્રવાહી પીવા માટે નથી અને હાનિકારક હોવા છતાં લોકો જીવના જોખમે પણ આનો નશો કરી રહ્યા છે.
આ પ્રવાહી કે વસ્તુ કોસ્મેટીકના ઉપયોગ માટે માન્ય જ હોય તેના પર પ્રતિબંધ મુકવો પણ શક્ય નથી પરંતુ લોકો તેનો દુરઉપયોગ કરી નશો કરતા હોય આવા પ્રવાહીને અટકાવી શકાય નહીં પણ આવુ પ્રવાહી પીનારના લીવર અને અન્ય અવયવોને નુકશાન થઇ શકે છે. જો કે, આ લીકવીડ બોટલ મેડીકલ કે કેટલીક દુકાનો પર વેચાય રહ્યું છે પરંતુ કેટલાક લોકો આ પ્રોડક્ટનો દુરઉપયોગ કરવા પીણાની જેમ પીવે છે જેના પરિણામો પણ ગંભીર આવી શકે છે.
નશો કરનાર માટે માત્ર દારૃ જ હોવો જરૂરી નથી. જો કે, આવા પ્રકારે નશો કરનારનું પોલીસ બ્લડ બ્લડ સેમ્પલ લઇ વેબ ટેસ્ટીંગમાં આલ્કોહોલ માત્રા મળી આવે તો પોલીસ કેસ પણ કરી શકાય છે અને ચોક્કસ લોકો આ અંગે જાણ થતા આ કોસ્મેટીક પ્રવાહીને પીવાના રવાડે ચડેલ છે. જેનો આડકતરો લાભ ચોક્કસ દુકાનદારો પણ લઇ રહ્યા છે પરંતુ જો આ આડકતરી પ્રવૃત્તિ અટકશે નહીં તો લઠ્ઠાકાંડ જેવી ઘટના પણ બનવા સંભવ છે. જ્યારે બોટલ પર ચેતવણી અપાઇ છે કે આ પ્રવાહીનું સેવન કરવું હાનીકારક છે છતાં નશાખોરો આ લીકવીડનું સેવન કરી રહ્યા છે ત્યારે પોલીસની સતર્કતા વધી જાય છે.
from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Z28ZVc
No comments:
Post a Comment