
ભાવનગર, તા. 10 એપ્રિલ 2019, બુધવાર
ભાવનગર શહેરમાં ઉનાળામાં ગરમીનુ જોર વધ્યુ છે તેની સામે પાણીનુ પ્રેસર ઘટયુ છે તેથી મહાપાલિકામાં પાણી ઓછુ આવતુ હોવાની વ્યાપક ફરિયાદ આવતી હોવાનુ જાણવા મળેલ છે. ઉનાળામાં પાણીની જરૂરીયાત વધતી હોય છે પરંતુ જરૃરીયાત સામે ઓછુ પાણી આવતા મહિલાઓ સહિતના નાગરીકોમાં નારાજગી જોવા મળી રહી છે અને પાણી પ્રેસરથી આપવા માંગણી ઉઠી છે.
શીયાળા અને ચોમાસની ઋતુમાં મહાપાલિકા દ્વારા ઘણા વિસ્તારમાં પુરતા પ્રેસરથી પાણી આપવામાં આવતુ હોય છે તેથી પાણી ફરિયાદ ઓછી હોય છે પરંતુ ઉનાળામાં પાણીની જરૃરીયાત વધી જતી હોય છે ત્યારે જ પાણી પુરતા પ્રેસરથી આપવામાં આવતુ ન હોવાથી લોકોમાં રોષ ભભૂકી ઉઠયો છે. શહેરના કાળીયાબીડ, ભરતનગર, ગાયત્રીનગર, ચિત્રા, કુંભારવાડા, કરચલીયા પરા સહિતના વિસ્તારમાં પાણી ધીમુ આવતુ હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. મહાપાલિકામાં રોજ અનેક લોકો પાણીની ફરિયાદ કરવા માટે આવે છે, જેમાં પાણી પુરતુ પ્રેસરથી નહી આવતુ હોવાની વધુ ફરિયાદ હોય છે તેમ સુત્રોએ જણાવેલ છે.
ઉનાળામાં પાણીની ખુબ જ જરૃરીયાત હોય છે અને ત્યારે જ પ્રેસરથી પાણી નહી આપવામાં આવતા મહિલા ત્રાહિમામ પોકારી ઉઠી છે. ઉનાળાની શરૃઆતમાં જ પાણીની સમસ્યા જોવા મળી રહી છે તો આગામી દિવસોમાં શુ પરિસ્થિતી થશે? તેવા પ્રશ્નો લોકો ઉઠાવી રહ્યા છે. કેટલાક વિસ્તારમાં પાણી ખેંચવા ડાયરેકટ ઈલેકટ્રીક મોટર પણ મુકવામાં આવતી હોવાની ફરિયાદ ઉઠવા પામી છે ત્યારે મહાપાલિકા તપાસ કરી કડક પગલા લેવા જોઈએ. પાણીના પ્રશ્ને હાલ લોકોમાં રોષ છે ત્યારે મહાપાલિકાના વોટર વર્કસ વિભાગે પાણી પુરતા પ્રેસરથી આપવુ જરૃરી બની રહે છે.
પાણીનો જથ્થો પુરતો જ આપવામાં આવે છે: વોટર વર્કસ અધિકારી
ભાવનગર શહેરના ઘણા વિસ્તારમાં પાણી ઓછુ આવે છે અને પુરતા પ્રેસરથી પાણી આપવામાં આવતુ નથી તેવી ફરિયાદ ઉઠવા પામી છે. આ અંગે મહાપાલિકાના વોટર વર્કસ વિભાગના અધિકારી દેવમુરારીને પુછતા તેઓએ જણાવ્યુ હતુ કે, શહેરના દરેક વિસ્તારમાં પાણીનો જથ્થો પુરતો જ આપવામાં આવે છે પરંતુ ઉનાળામાં પાણીની જરૂરીયાત વધી જતી હોય છે. પાણી ઓછુ આવતી હોવાની ફરિયાદ મળે છે અને તેની સ્થળ તપાસ પણ કરવામાં આવે છે.
from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Z2WBEp
No comments:
Post a Comment