સુરત: દર્શના ઝરદોષ સામે ફરી આવ્યો બાંકડા વિવાદ, નિયમ વિરુદ્ધ જઇ કર્યો ખર્ચો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 12 April 2019

સુરત: દર્શના ઝરદોષ સામે ફરી આવ્યો બાંકડા વિવાદ, નિયમ વિરુદ્ધ જઇ કર્યો ખર્ચો


સુરત, તા. 11 એપ્રિલ 2019, ગુરુવાર

સુરત લોકસભા બેઠકના ઉમેદવાર અને વર્તમાન સાંસદ દર્શના ઝરદોષ સામે બાંકડા વિવાદ ફરી એક વાર સામે આવ્યો છે અને આ બાંકડાનો વિવાદ દિવસેને દિવસે વકર્યો છે. થોડા સમય પહેલા દર્શના ઝરદોષ દ્વારા એમ.પી.લેડ્સના નિયમો વિરુદ્ધ જઇ કુલ 4224 જેટલા બાંકડા પાછળ 1.69 કરોડનો ધુમાડો કરવામાં આવ્યો હોવાના આરોપ સુરતના RTI એક્ટિવિસ્ટ દ્વારા કરવામાં આવ્યો હતો અને હવે દર્શના ઝરદોષ દ્વારા મુકવામાં આવેલ આ જ બાંકડા ઓ નિયત સ્થાનો પર જોવા નથી મળી રહ્યા. ઘણી જગ્યાઓ પર બાંકડાઓ ચોરી થઈ ગયા છે તો ક્યાંક તો તેવા સ્થળોએ બાંકડા જ મુકવામાં આવ્યા નથી. જે હકીકત સુરતના જાગૃત નાગરિકો અને RTI એક્ટિવિસ્ટ દ્વારા કરવામાં આવેલ સર્વેમાં બહાર આવ્યું છે.

જે અંગે સુરતના કુલ નવ પોલીસ મથક સહિત સુરત પોલીસ કમિશનરને લેખિતમાં રજુવાત કરવામાં આવી છે. સુરતના RTI એક્ટિવસ્ટ સંજય ઇઝાવા સહિત શહેરના અન્ય જાગૃત નાગરિકો દ્વારા છેલ્લા પંદર દિવસથી સુરત લોકસભા મત વિસ્તારમાં આવેલ અલગ અલગ સોસાયટીઓમાં જઈને સોશિયલ ઓડિટ કરવામાં આવ્યું હતું. જેમાં સુરત 24 લોકસભાના ઉમેદવાર અને ભૂતપૂર્વ સાંસદ દ્વારા મુકવામાં આવેલા બાંકડાઓ અંગે સર્વે કરવામાં આવ્યો હતો. જ્યાં સુરત લોકસભા મત વિસ્તારની સોસાયટીઓમાં મુકવામાં આવેલ બાંકડાઓ અંગે સર્વે કરાતાં ચોંકાવનારી હકીકત સામે આવી હતી.

કેટલીક સોસાયટીના લોકોનું કહેવું છે કે બાંકડાઓ ચોરી થઈ ગયા છે. જ્યારે કેટલીક સોસાયટીના લોકોના જણાવ્યા અનુસાર સોસાયટીમાં બાંકડાઓ જ મૂકવામાં આવ્યા નથી. વર્ષ 2016-17 દરમ્યાન દર્શના ઝરદોષ દ્વારા કુલ 4224 જેટલા બાંકડા શહેરની સોસાયટીઓ સહિત ઉધાન માં મુકવામાં આવ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે.

જેની પાછળનો ખર્ચ 1.69 કરોડ બતાવવામાં આવ્યો છે. સુરતના RTI એક્ટિવિસ્ટ અને જાગૃત નાગરિકોના સર્વેમાં કુલ 60% જેટલા બાંકડાઓ ક્યાંતો ચોરાઇ ગયા છે અથવા તો મુકવામાં નથી આવ્યા તેવી જાણકારી બહાર આવી છે. જેથી સુરતના કુલ નવ પોલીસ મથકો અને શહેર પોલીસ કમિશનરને આ અંગે તપાસ કરવા લેખિતમાં રાજૂઆત કરવામાં આવી છે. RTI એક્ટિવિસ્ત સંજય ઇઝાવાના જણાવ્યા અનુસાર એમ.પી.લેડ્સના નિયમો મુજબ બાંકડા પાછળ ફંડમાંથી ખર્ચ કરી શકાય નહીં છતાં પ્રજાના રૂપિયાએ સાંસદે નિયમો વિરુદ્ધ જઈ કરોડો રૂપિયાનો ધુમાડો કર્યો છે. જેની તપાસ થાય તે અંગેની રજુઆત કરવામાં આવી છે.

RTI એક્ટિવિસ્ટ અને જાગૃત નાગરિકોના સર્વે માં જે જાણકારી બહાર આવી રહી છે. તેને લઈ વર્તમાન સાંસદ દર્શના ઝરદોષ  ફરી વિવાદમાં આવ્યા છે. જો 60 થી 70% બાંકડાઓ ઓછા છે, તો ખરેખર આ બાંકડાઓ પ્રજા સુધી પહોચ્યા પણ છે કે કેમ તે એક મોટો પ્રશ્ન પણ હાલ ઉપસ્થિત થઈ રહ્યો છે ત્યારે બાંકડા વિવાદ પરથી પડતો તો ત્યારે જ ઉચકાય જ્યારે પોલીસ આ મામલે તટસ્થ તપાસ તટસ્થ તપાસ કરશે જોકે પોલીસ કમિશનર દ્વારા આ મામલે યોગ્ય તપાસ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.


from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ItIBO0

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages