
મુંબઇ તા.1 એપ્રિલ 2019, સોમવાર
સુપર સ્ટાર સલમાન ખાન પોતાની હિટ સિરિઝ દબંગની ત્રીજી કડીનું શૂટિંગ આજથી પહેલી એપ્રિલથી શરૂ કરી રહ્યો હોવાની જાણકારી મળી હતી.
પોતાના સમગ્ર યુનિટ સાથે સલમાન ખાન રવિવારે સાંજે મધ્ય પ્રદેશના ઇંદોર શહેરમાં પહોંચ્યો હતો. અહીંથી આખીય ટીમ સોમવારે (આજે) સવારે મહેશ્વર જવા રવાના થયા હતા. રવિવારે સાંજે સલમાને ઇંદો પહોંચ્યા બાદ પોતાના ફેન્સ માટે કટલાક ફોટોગ્રાફ્સ શૅર કર્યા હતા. સલમાને જણાવ્યું હતું કે હું અને મારો ભાઇ અરબાઝ ખાન જ્યાં જન્મ્યા હતા એ ઇંદોર શહેરમાં અમે બંને અત્યારે હાજર છીએ.
અહીંથી અમે મહેશ્વર જવા રવાના થઇશું. ત્યાં અમારા દાદા પોલીસ ઑફિસર તરીકે ફરજ પર હતા. અહીં અમે દબંગ થ્રીનું શૂટિંગ શરૂ કરવાના છીએ. અમારા દાદા અને માતાપિતાના આશીર્વાદ અમારી સાથે છે.
દબંગની પહેલી કડીમાં સલમાનની સાથે અરબાઝ ખાન, સોનાક્ષી સિંહા, વિનોદ ખન્ના, ડિમ્પલ કાપડિયા, સોનુ સૂદ વગેરે ચમક્યાં હતાં. સોનાક્ષી સિંહાની આ પહેલી ફિલ્મ હતી. આ ફિલ્મ હિટ નીવડતાં સલમાને દબંગ ટુ બનાવી હતી અને એ પણ હિટ થતાં હવે દબંગ થ્રી બનાવી રહ્યો છે. જો કે આજે વિનોદ ખન્ના હયાત નથી. ઔર એક ફરક એ પડયો છે કે આ ફિલ્મનંુ ડાયરેક્શન અરબાઝ ખાન કરતો નથી. સલમાન માને છે કે અભિનય અને ડાયરેક્શન બંને સાથે કરવા જતાં અરબાઝ ટેન્શનમાં આવી જાય છે.
ઔર એક રસપ્રદ વાત એ છે કે કન્નડ ફિલ્મોનો સ્ટાર સુદીપ આ ફિલ્મમાં વિલન તરીકે ચમકી રહ્યો છે. દબંગ થ્રી આ વર્ષના ડિસેંબરમાં રજૂ કરવાની સલમાનની યોજના છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VeYcVv
No comments:
Post a Comment