યસ, મારે ભવિષ્યમાં ડાયરેક્શન કરવું છે : ઐશ્વર્યા રાય બચ્ચન - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 2 April 2019

યસ, મારે ભવિષ્યમાં ડાયરેક્શન કરવું છે : ઐશ્વર્યા રાય બચ્ચન


મુંબઇ તા.1 એપ્રિલ 2019, સોમવાર

મોખરાની અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચને કહ્યું હતું કે નજીકના ભવિષ્યમાં મારે ડાયરેક્શન કરવું છે એ નક્કી છે. ક્યારથી ડાયરેક્શન પર હાથ અજમાવીશ એ હજુ નક્કી કર્યું નથી.

અગાઉ  ડઝનબંધ હિટ ફિલ્મો આપી ચૂકેલી ઐશ્વર્યાની છેલ્લી ફિલ્મ ફન્ને ખાં જો કે ટિકિટબારી પર ફ્લોપ નીવડી હતી. તેથી એને અંગત રીતે જો કે કશો ફરક પડયો નથી.

એણે કહ્યું કે મારી ફિલ્મ સર્જન વિશેની વાતો સાંભળીને મારા દોસ્તેા મને સતત કહે છે કે તું સારી ડાયરેક્ટર બની શકે એમ છે. તું પોતે ફિલ્મો કેમ બનાવતી નથી ? અગાઉ આ વાતો સાંભળીને હું હસી નાખતી. પરંતુ હવે મને લાગે છે કે મારે આ વાતને ગંભીરતાથી લેવી જોઇએ. જો કે સમય નક્કી નથી કર્યો કે ક્યારથી ડાયરેક્શન કરીશ. પરંતુ ડાયરેક્શન કરીશ એ વાત નક્કી છે. 

એણે વધુમાં કહ્યું કે મારે ફિલ્મ કંપની પણ સ્થાપવી છે જ્યાં હું સારી ફિલ્મો બનાવી શકું. સમય પાક્યે બધું જાહેર કરીશ. અત્યારે એ વિશે વધુ કંઇ કહેવું નથી.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UmxJI1

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages