
મુંબઇ તા.1 એપ્રિલ 2019, સોમવાર
મોખરાની મોડેલ કમ ડાન્સર મલાઇકા અરોરાએ પોતે સોશ્યલ મિડિયા પર રજૂ કરેલી એક વિડિયો ક્લીપ વાઇરલ થઇ હતી જેમાં એ માલદીવ્સની હરિયાળી સડકો પર સાઇક્લીંગ કરતી નજરે પડે છે.
અભિનેતા અર્જુન કપૂર સાથે લગ્ન કરવાની મલાઇકાની વાતો છેલ્લા થોડા સમયથી સતત વહેતી થઇ હતી. તાજેતરમાં એ માલદીવ્સ વેકેશન ગાળવા ગઇ હતી ત્યારે તડકામાં તાંબાવરણી થયેલી પોતાની કાયા સાથે એ ચોમેર ઘટાટોપ વૃક્ષો અને છોડ વચ્ચે સાઇક્લીંગ કરતી દેખાઇ હતી. સ્લો મોશનમાં ઝડપેલી આ વિડિયો ક્લીપ દ્વારા એ પોતાના ચાહકોને કદાચ પોતાની ફિટનેસ દાખવી રહી હોય એવું લાગતું હતું.
આમેય મલાઇકા સતત ફિટનેસની આગ્રહી રહી છે. એક પુત્રની માતા હોવા છતાં એની ફિટનેસ અન્ય અભિનેત્રીઓને ઇર્ષા થાય એવી રહી છે. એ પોતાના આહાર વિહાર પર કડક નજર રાખવા ઉપરાંત નિયમિત જિમમાં વર્ક આઉટ કરે છે. માલદીવમાં વેકેશન ગાળ્યા બાદ જો કે હવે એ પાછી ફરી ચૂકી છે.
સાઇક્લીંગ ઉપરાંત એણે પોતાની કેટલીક હૉટ લાગે એવી તસવીરો પણ સોશ્યલ મિડિયા પર શૅર કરી હતી. એમ લાગે છે કે માલદીવ ટાપુઓ એનું વેકેશન માણવાનું માનીતું સ્થળ છે. એ અગાઉ પણ ઘણીવાર માલદીવ ગઇ હતી અને ત્યાંથી પોતાના ફોટોગ્રાફ્સ શૅર કર્યા હતા.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FOrUv9
No comments:
Post a Comment