સુરત: પાંચ લાખના ચેક રિટર્ન કેસમાં આરોપી મહિલાને એક વર્ષની કેદ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 11 April 2019

સુરત: પાંચ લાખના ચેક રિટર્ન કેસમાં આરોપી મહિલાને એક વર્ષની કેદ


સુરત, તા. 10 એપ્રિલ 2019 બુધવાર

બમરોલી રોડ પર એસ.કે ઈન્ડસ્ટ્રીઝ નામે ટેક્સ્ટાઇલ યુનિટ ધરાવતા એરિકા ક્રિયેશનના ફરિયાદી સંચાલક કુણાલ પ્રવિણચંદ્ર મોદીએ વર્ષ 2014માં મોના ફેબ્રિક્સના આરોપી સંચાલક મોનાબેન રૂ વાળાને સામાજિક સંબંધોના લીધે રૂપિયા 5 લાખ હાથ ઉછીના આપ્યા હતા. જેના પેમેન્ટ પેટે આરોપી મહિલાએ આપેલા ચેક રિટર્ન થતા ફરિયાદીએ અલ્પેશ ઠક્કર મારફતે ચેક રીટન કેસને કોર્ટ ફરિયાદ નોંધાવી હતી.

આજરોજ આ કેસની અંતિમ સુનાવણી ચાલી જતા કોર્ટે ન કરાયેલા ચેકો ફરિયાદીના કાયદેસરના લેણા પેટે હોવાનું પુરવાર કરતા આરોપી મહિલાને ચેક રિટર્ન કેસમાં દોષિત ઠેરવતો હુકમ કર્યો હતો.

કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપી મોનાબેન રૂ વાળાને એક વર્ષની સાદી કેદ તથા રૂ.7.20 લાખનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો. જો આરોપી દંડ ના ભરે તો કોર્ટે વધુ છ માસની કેદની સજા ફટકારી છે. આરોપી દંડ જમા કરાવે તો ફરિયાદીને ચેકની બમણી રકમ રૂપિયા સાત લાખ વળતર પેટે ચૂકવવા કોર્ટે હુકમ કર્યો છે.



from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2P0e0sA

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages