ખેડૂતના ઘરમાં જઈ પૈસા પડાવવા ધમકી આપનાર વિધવા, પુત્ર, ભાઇ-ભાભી પકડાયા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 2 April 2019

ખેડૂતના ઘરમાં જઈ પૈસા પડાવવા ધમકી આપનાર વિધવા, પુત્ર, ભાઇ-ભાભી પકડાયા


- કોસાડના બ્રહ્મણ ફળિયામાં ફિલ્મી સ્ટાઇલે ધાક-ધમકી અપાતા હંગામા બાદ એકત્ર થયેલા ટોળાએ તમામને પકડી પોલીસના હવાલે કર્યા


(પ્રતિનિધિ દ્વારા સુરત, સોમવાર

કોસાડ ગામ બ્રાહ્મણ ફળિયામાં રહેતા ખેડૂતના ઘરમાં જઈ ફિલ્મી સ્ટાઈલમાં ઇન્કમટેક્સ અધિકારીના સ્વાંગમાં પૈસા પડાવવા ધમકી આપનાર વિધવા, તેના પુત્ર અને ભાઈ - ભાભીને ત્યાં એકત્ર થયેલા લોકોના ટોળાએ ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે તેમને મોકલનાર ખેડૂતનો ભાઈ જ હતો. આથી પોલીસે તેની પણ ધરપકડ કરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ કોસાડ ગામ બ્રાહ્મણ ફળિયું ઘર નં. ૬૪ માં રહેતા મહેશભાઈ જયંતીભાઈ પટેલ વ્યવસાયે ખેડૂત છે. ગત સવારે તેમનો પુત્ર કુરલ દુકાને ગયા બાદ મહેશભાઈના પત્ની મીનાક્ષીબેન ઘરના બાજુમાં કામિનીબેનના ઘરના ઓટલા પર બેસેલા હતા. ત્યારે સાડા બાર વાગ્યાના અરસામાં બે મહિલા અને બે પુરૂષો ત્યાં આવ્યા હતા. અને તમારી રિટર્ન ફાઇલ ખોટી છે. ઘરમાં જે રોકડ હોય તે કાઢીને અહી ભેગી કરી દો. મકાન કેવી રીતે બનાવ્યું ? તમારી બીજી કેટલીક પ્રોપર્ટી છે ? જેવા સવાલો પૂછતા મીનાક્ષીબેન અને તેમના પતિ ગભરાઈ ગયા હતા. આથી તેમના પતિએ કબાટમાંથી રૂ. ૫૦,૦૦૦ કાઢી પલંગ પર મૂકી દીધા હતા. પતિની હાર્ટની સારવાર માટે આ રકમ ઉપાડી છે તેમ કહેતા બંને મહિલા અને પુરુષે તેમને આ બ્લેકમની છે કહીને વધુ ડરાવ્યા હતા.

દરમિયાન બહાર ટોળું એકત્ર થતા કેટલાક લોકો ઘરમાં ઘૂસતા સફેદ શર્ટ વાળી મહીલા સાથે આવેલા એક પુરૂષ અને એક ીએ બહાર નીકળવા પ્રયાસ કર્યો હતો. આથી લોકો ઉશ્કેરાઇ ગયા હતા અને બધા ઘરમાં ઘૂસી આવ્યા હતા. બાદમાં લોકોએ તેમની ઓળખ માંગતા અને તેમણે ઈન્કમટેક્સમાંથી આવીએ છીએ તેમ કહેતા લોકોએ આઈકાર્ડ માંગ્યો હતો. જે તેઓ બતાવી ન શકતા કોઈકે પોલીસને ફોન કરી દીધો હતો. પકડાઈ જવાની બીકે તમામે ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ લોકોએ તેમને ભાગવા દીધા ન હતા. ત્યાં પહોંચેલી અમરોલી પોલીસને હવાલે કરી દેવાયા હતા. વધુ તપાસ પીએસઆઇ બી.બી.વાઘેલા કરી રહયા છે.

કોસાડના પટેલ નગરના કમલેશ પટેલના કહેવાથી ખેડૂત પરિવારને ધમકાવ્યા હતા

તમામની પૂછપરછ કરતા સફેદ શર્ટ વાળી મહિલાની ઓળખ ગીતાબેન રાજેશભાઈ ઠક્કર ( ઉ.વ.૪૫ )( રહે.બી/૧/૧૩૦૫, ગ્રીન સીટી, પાલ, ભાઠા, સુરત. મૂળ રહે. શાહપોર, સુરત ) તરીકે થઈ હતી. વિધવા ગીતાબેન સાથે આવેલા બે પુરુષોમાં એક યુવાન તેમનો પુત્ર પ્રેમ હતો. જ્યારે બીજો યુવાન તેમનો ભાઈ આશિષ શાંતિલાલ ધામેચા ( ઉ.વ.૩૯ )( રહે.૨૦૮ , તોરણ એપાર્ટમેન્ટ, આસોપાલવ સોસાયટી, તાડવાડી, રાંદેર રોડ, સુરત. મૂળ રહે. જુનાગઢ ) હતો અને સાથેની મહિલા તેની પત્ની શીતલ હતી.પોલીસ પૂછપરછમાં તેમણે કબૂલ્યું હતું કે તેઓ ઇન્કમટેક્સ અધિકારી નથી. પરંતુ મહેશભાઈના પિતરાઈ ભાઈ કમલેશભાઈ મનુભાઈ પટેલ ( રહે. કોસાડ ગામ, પટેલ નગર, સુરત ) ના કહેવાથી આવ્યા હોવાની કબૂલાત કરતાં પોલીસે તમામ વિરુદ્ધ ગુનો નોંધી કમલેશ પટેલની પણ ધરપકડ કરી હતી.




from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WKxGDL

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages