સુરતની એપીએમસી માર્કેટમાં આરોગ્ય વિભાગના દરોડા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 2 April 2019

સુરતની એપીએમસી માર્કેટમાં આરોગ્ય વિભાગના દરોડા


સુરત, તા. 2 એપ્રિલ 2019 મંગળવાર

કેરીની સિઝન શરૂ થાય તે પહેલા બિન કુદરતી રીતે એટલે કાર્બાઇડથી પકવેલી કેરીનું વેચાણ શરૂ થઈ ગયું છે. સુરત પાલિકાના આરોગ્ય વિભાગે આજે શહેરમાં આવેલી એપીએમસી માર્કેટમાં દરોડા કર્યા હતા. આ દરોડા દરમિયાન 350 કિલોથી વધુ ૪૦ કિલો કાર્બાઇડનો જથ્થો જપ્ત કર્યો હતો. કાર્બાઇડથી પકવેલી કેરી અને કારમાં જ કાઢીને પાલિકા તંત્રએ તેનો નાશ કરી દીધો છે.

સુરતમાં કેરીની સીઝન શરૂ થાય તે પહેલા પાટલી કેવી ઉંચી કિંમતે વેચાય છે. જેના કારણે ફળોના ઘણા વેપારીઓ કાર બાઈકનો ઉપયોગ કરી બિનકુદરતી રીતે કેરી પકવવા નો ધંધો કરે છે. દર વર્ષે આ સિઝનમાં મહાનગરપાલિકા દ્વારા કરવા સાથે વેપારીઓ સામે કાર્યવાહી પણ કરવામાં આવે છે. તેમ છતાં પણ કાર્બાઇડથી પકવેલી કેરી નો ધંધો બંધ થતો નથી.

સુરત-બારડોલી રોડ પર એપીએમસી માર્કેટમાં આરોગ્ય વિભાગે દરોડા પાડયા હતા. આ દરોડા દરમિયાન કાર્બાઇડથી પકવેલી 350 કિલોથી વધુ કેરી નો જથ્થો મળી આવ્યો હતો. સાથે-સાથે આરોગ્ય વિભાગ કે કેરી પકવવા માટે નો 40 કિલોથી વધુ કાર્બાઇડ પણ જપ્ત કરી લીધો હતો. સુરત પાલિકાના આરોગ્ય વિભાગે એપીએમસી માર્કેટમાં કાર્બાઇડથી પકવેલી કેવી જબ કરવાની કામગીરી કરતા કેરીમાં વેપારીઓ દોડતા થયા હતા. 

કાર્બાઇડથી પકવેલી કેરી સુરત પાલિકાની ડિસ્પોઝલ સાઇટ પર નાશ કરવા માટે મોકલી આપવામાં આવ્યો હતો. માત્ર એપીએમસી માર્કેટ નહીં શહેરના અન્ય વિસ્તારોમાં પણ હાલમાં કાર્બાઇડથી પકવેલી કેરીનું વેચાણ શરૂ થઈ ગયું છે. જેના કારણે પાલિકા દ્વારા આવા વેપારીઓને પણ દરોડા પાડીને દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.



from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HTyEdr

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages