
ભાવનગર, તા. 10 એપ્રિલ 2019, બુધવાર
આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-2019ના અનુસંધાને ભારતીય ચૂંટણી પંચ દ્વારા 15-ભાવનગર સંસદીય મત વિસ્તાર માટે નિયુક્ત કરવામાં આવેલા જનરલ ઓબ્ઝર્વર વેદપતિ મિશ્રાના અધ્યક્ષસ્થાને, ભાવનગર જિલ્લાના ચૂંટણી અધિકારી હર્ષદ પટેલની ઉપસ્થિતિમાં ૧૫-ભાવનગર લોકસભા બેઠકના હરીફ ઉમેદવારો તથા જિલ્લા ચૂંટણી તંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી.
આ બેઠકમાં વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારો તથા તેમના માન્ય પ્રતિનિધિઓને ચૂંટણી ખર્ચ રજિસ્ટર, મતદાન મથકની યાદી, મતદાનના દિવસે મતદાન મથકની આસપાસ ઉભા કરવામાં આવતા પોલિંગ બુથ, મતદાન કરવા માટેના વૈકલ્પિક પુરાવાની યાદી, ઇવીએમ રેન્ડમાઇઝેશન, સિંગલ વિન્ડો સીસ્ટમ, વાહન મંજુરી, લાઉડસ્પીકર મંજુરી, પોસ્ટર-બેનર તેમજ સભા-સરઘસ સહિતની મંજુરીની વિગતો પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી આપી, ઉમેદવારોને ચૂંટણી સંબંધી માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતુ.
તદુપરાંત બેઠકમાં ઉપસ્થિત ઉમેદવારો તથા રાજકીય પક્ષોને ચૂંટણી પ્રક્રિયા તથા ચૂંટણી આચારસંહિતાના માર્ગદર્શન અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત, સમગ્ર ચૂંટણી પ્રક્રિયા સુચારૃરૃપે યોજાય તે માટે દરેક ઉમેદવાર સાથે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ઉપસ્થિત વિવિધ ઉમેદવારો તથા તેમના પ્રતિનિધિઓ દ્વારા તેમને પડતી મુશ્કેલીઓ તથા રજૂઆતો સાંભળી તેમના તાત્કાલિક ઉકેલ માટે જરૂરી સુચનાઓ આપવામાં આવી હતી.
from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2U4Fiz2
No comments:
Post a Comment