
ભાવનગર, તા. 10 એપ્રિલ 2019, ગુરુવાર
પાલિતાણા કન્યા શાળાનો શિક્ષક વિદ્યાર્થિની સાથે કુકર્મ આચરી નાસી છુટયો હતો. જેને આજે બુધવારે ભાવનગર એલસીબી અને પાલિતાણા પોલીસે વલસાડ જિલ્લામાંથી ઝડપી લીધો હતો. પાલિતાણા ટાઉન પોલીસના જણાવ્યા અનુસાર પાલિતાણામાં આવેલી કન્યાશાળામાં ફરજ બજાવતા શિક્ષક વિજય શામજીભાઈ ચભાડિયાએ તેની સ્કૂલમાં અભ્યાસ કરતી 13 વર્ષિય વિદ્યાર્થિનીને સાફ-સફાઈ કરવાના બહાને અગાશી પર બોલાવી તેણી સાથે દુષ્કર્મ આચર્યું હતું.
જે બનાવ અંગે છાત્રાના વાલીએ શિક્ષક વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદ થતાં શિક્ષક નાસી છુટયો હોય, જેની ધરપકડ કરવા જિલ્લા પોલીસ વડા અને પાલિતાણા ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ ભાવનગર એલસીબી અને ટાઉન પોલીસની જુદી જુદી ટીમોએ સુરત અને અન્ય વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી. દરમિયાનમાં કુકર્મ કેસમાં ફરાર શિક્ષક વિજય ચભાડિયા (ઉ.વ.32) વલસાડ જિલ્લાના ભીલાડ ખાતે હોવાની હકીકત મળતા પોલીસે દોડી જઈ આજે બુધવારે બપોરે 12.15 કલાકે તેની ધરપકડ કરી પાલિતાણા લાવી લોકઅપમાં ધકેલી દીધો હતો. જેને આવતીકાલે કોર્ટમાં રજૂ કરવામાં આવશે તેમ વધુમાં જાણવા મળ્યું હતું.
from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Z0y7LW
No comments:
Post a Comment