બિનગોરા કલાકારોની પ્રતિભાની યોગ્ય કદર થતી નથી : મહેરશલા અલી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 1 April 2019

બિનગોરા કલાકારોની પ્રતિભાની યોગ્ય કદર થતી નથી : મહેરશલા અલી


લોસ એંજલ્સ તા.1 એપ્રિલ 2019, સોમવાર

પોતાની ફિલ્મ ગ્રીન બુકના બિનગોરા પિયાનોવાદકના રોલ માટે 2019નો સપોર્ટિંગ એક્ટરનો ઓસ્કાર એવોર્ડ મેળવનારા અભિનેતા મહેરશલા અલીએ કહ્યું હતું કે હોલિવૂડમાં બિનગોરા કલાકારોની પ્રતિભાની યોગ્ય કદર થતી નથી.

'હું વરસોથી ઓડિશન્સ આપતો રહ્યો હતો અને સતત મને સેકંડ લીડ કે સપોર્ટિંગ એક્ટરના રોલ્સની ઑફર મળતી હતી. મોટે ભાગે હીરોના હોલ્સ ગોરા કલાકારોેને મળતા હતા. આવું લાંબા સમયથી ચાલી રહ્યું છે ' એમ અલીએ કહ્યું હતું.

એણે કહ્યું કે મારું નામ કદાચ મોટા કલાકારોની યાદીમાં આવતું નહોતું એટલે મને સારા રોલ્સની ઑફર મળતી નહોતી. હાઉસ ઑફ કાર્ડસ્ ફિલ્મે મને યશ અપાવ્યો અને મને સારા રોલ્સ મળતા થયા.

અલીએ છેલ્લાં ત્રણ વર્ષમાં આ બીજો ઓસ્કાર એવોર્ડ મેળવ્યો હતો. અગાઉ પણ કેટલાક બિનગોરા કલાકારો આવી ફરિયાદ કરી ચૂક્યા છે. દાયકાઓ સુધી બિનગોરા કલાકારોને ઓસ્કાર એવોર્ડ પણ અપાતા નહોતા.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2I3bC2P

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages