
મુંબઇ તા.1 એપ્રિલ 2019, સોમવાર
ફરહાન અખ્તર અને રિતેશ સિધવાનીની ફૂક્રે ફ્રેન્ચાઇઝીની ત્રીજી કડીની તૈયારી શરૃ થઇ હોવાની જાણકારી મળી હતી. અગાઉની બંને કડીએ ઠીક ઠીક સફળતા પ્રાપ્ત કરી હતી.
પુલકિત સમ્રાટ, વરુણ શર્મા, મનજોત સિંઘ અને અલી ફૈઝલને મુખ્ય રોલમાં ચમકાવતી ફૂક્રેમાં રિચા ચડ્ડાએ પંજાબી મહિલા ડૉનનો રોલ કર્યો હતો. પોતપોતાના સપનાં સાકાર કરવા નીકળેલા ચાર યુવાનોની કથા આ ફિલ્મમાં હતી.
મૃગદીપ સિંઘ લાંબા એના ડાયરેક્ટર હતા. પહેલી બંને કડીમાં ચુચાનો રોલ કરનારા વરુણે મિડિયા સાથેની વાતચીત દરમિયાન આ સમાચારને સમર્થન આપ્યું હતું.
વરુણે કહ્યું કે મારી આ પહેલી ફ્રેન્ચાઇઝી હતી અને મારું પાત્ર ચુચા પણ મારા સ્વભાવને અનુકૂળ હતું. પહેલી બંને કડીને અમે ધાર્યા કરતાં વધુ સારી સફળતા મળી હતી એટલે નિર્માતાએા ત્રીજી કડી બનાવવા તૈયાર થયા છે. મારે તાજેતરમાં નિર્માતાઓ સાથે વાત થઇ હતી. ટૂંક સમયમાં એની ઔપચારિક જાહેરાત કરવામાં આવશે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2uDEerN
No comments:
Post a Comment