રેપર સિંગર નીપ્સે હઝલની હત્યા કરાઇ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 1 April 2019

રેપર સિંગર નીપ્સે હઝલની હત્યા કરાઇ


લોસ એંજલ્સ તા.1 એપ્રિલ 2019, સોમવાર

અમેરિકાના મોખરાના રેપર ગાયક નીપ્સે હઝલની રવિવારે બપોરે લોસ એંજલ્સમાં સ્લોઝન એવેન્યુ અને ક્રેનશૉ બુલેવર્ડ નજીક ગોળી મારીને હત્યા કરાઇ હોવાનું લોસ એંજલ્સ પોલીસે કહ્યું હતું.

2010માં નીપ્સેએ ઓલ મની ઇન નામે રેકોર્ડ લેબલની સ્થાપના કરી હતી અને એણે ગાયેલાં ગીતો હિટ નીવડયાં હતાં. એનો છેલ્લો સંદેશો પણ સૂચક હતો. એણે ટ્વીટર પર લખ્યું હતું, 'બળવાન શત્રુ હોવા એ એક વરદાન છે.'

પોલીસે કહ્યું કે અમને કોઇના પર શંકા નથી. એની હત્યા કેમ થઇ એનો પણ હાલ અમને કોઇ ખ્યાલ નથી.

નીપ્સેની જીવનકથામાં જણાવ્યા મુજબ 2013માં એણે પ્રગટ કરેલા આલ્બમ ક્રેનશૉની કિંમત 100 ડૉલર હતી છતાં એની હજારો નકલો ચપોચપ વેચાઇ ગઇ હતી. એને પોતાની ગાયક તરીકેની કારકિર્દીથી સંતોષ હતો. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2uFqZH4

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages