અમદાવાદ, તા. 31, માર્ચ, 2019, રવિવાર
સેટેલાઇટ વિસ્તારમાં શિવરંજની ચાર રસ્તા પાસે યુવતીને રોકીને તુ મારો પીછો કેમ કરે છે કહીને યુવકે યુવતીને માર માર્યો હતો. એટલું જ નહી યુવકની માતાએ પણ યુવતીને જાહેરમાં વાળ પકડી મારી હતી. આ ઘટના અંગે સેટેલાઇટ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવકની બહેનના લગ્નમાં આપેલા રૃપિયા યુવતીએ પરત માગતા પ્રેમ પ્રકરણમાં તિરાડ પડી હતી જેને લઇને આ ઘટના બની હતી.
આ કેસની વિગત એવી છે કે થલતેજ વિસ્તારમાં રહેતી અને એમ.કોમ.માં અભ્યાસ કરતી યુવતીએ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, કે તા.૨૯ ના રોજ સાંજે એક્ટિવા પર બેસીને સેટેલાઇટ વિસ્તારમાં શિવરંજની પાસેથી પસાર થતી હતી, આ સમય જિગ્નેશ રવિન્દ્રભાઇ બારોટ કારમાં બેઠેલો હતો. યુવતીને જોઇને કારમાંથી ઉતરીને તેણે એક્ટિવા રોક્યું હતું અને તું મારો પીછો કેમ કરે છે કહીને બિભત્સ ગાળો બોલવા લાગ્યો હતો, યુવતીએ ગાળો બોલવાની ના પાડતા તે એકદમ ઉશ્કેરાઇ ગયો હતો અને શરીર ફેટો તથા ગડદાપાટુનો માર મારવા લાગ્યો હતો.
આ સમયે શિવરંજની પાસે આવેલી ઠાકરશી હોસ્પિટલમાં નોકરી કરતી યુવકની માતા ઉષાબહેન દોડી આવ્યા હતા તેઓએ પણ યુવતીને વાળ પકડીને જાહેરમાં મારી હતી. બીજીતરફ જિગ્નેશએ પણ યુવતી પાસે મોબાઇલ ઝુંટવીને જમીન પર પછાડીને તોડી નાંખ્યો હતો અને જિગ્નેશે યુવતીને પકડી રાખીને ધમકી આપી હતી કે હવે પછી મારો પીછો કરીશ તો તારા કુંટુબને જાનથી મારી નાંખીશ તેમ કહીને માતા-પુત્ર ફરાર થઇ ગયા હતા. આ ઘટના બનતાં લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું. કોઇક વ્યકિતએ પોલીસ કન્ટ્રોલ રૃમમાં ફોન કરતાં પોલીસ આવી પહોચી હતી.
યુવતીએ સેટેલાઇટ પોલીસ સ્ટેશન ખાતે જિગ્નેશ રવિન્દ્રભાઇ બારોટ અને તેની માતા ઉષાબહેન સામે ગુનો નોંધાવ્યો હતો. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેણીને જિગ્નેશ સાથે ત્રણ વર્ષથી પ્રેમ સબંધ હતો તેઓ અવાર નવાર મળતા પણ હતા પરંતુ ફેબુ્રઆરી ૨૦૧૮માં જિગ્નેશની બહેનના લગ્ન થયા હતા. આ સમયે યુવતીએ પિતા પાસેથી રૃપિયા લઇને જિગ્નેશને આપ્યા હતા, જે રૃપિયા પરત માગ્યા બાદ જિગ્નેશ અને યુવતી વચ્ચે તકરાર શરૃ થઇ હતી, જેને લઇને યુવકે યુવતી સાથે તકરાર કરીને મારા મારી કરી હતી.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HPam45
No comments:
Post a Comment