વડોદરા, તા.1 એપ્રીલ, સોમવાર
ડૂતો દ્વારા આજે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી કે કરજણથી ડભોઇ જતી નેરોગેજ રેલવે લાઇનની આજુબાજુમાં ખેતીલાયક જમીનો આવેલી છે. હાલમાં આ રેલવે લાઇન બ્રોડગેજમાં રૃપાંતરિતની કાર્યવાહી રેલવે દ્વારા થઇ રહી છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે આ કામગીરી અંગે સરકાર દ્વારા જમીન માલિકોને મૌખિક કે લેખિત કોઇ જાણ કરાઇ નથી અને જમીનોમાં ઉભા પાકનું વાવેતર હોવા છતા રેલવે લાઇનના પાટા નાંખવામાં આવી રહ્યા છે જેથી ઉભા પાકને મોટું નુકસાન થાય છે.
ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે રેલવે અથવા અન્ય સરકારી તંત્ર દ્વારા આ અંગે જમીન માલિકોને કોઇ વળતર ચુકવવામાં આવ્યું નથી તેમજ જમીન માલિકોની સંમતિ વગર નેરોગેજને બ્રોડગેજમાં પરિવર્તિત કરવા ખેડૂતોની જમીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સરકાર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી ખેડૂતોને વળતર મળે તેવી વ્યવસ્થા ઉભી કરવાની પણ માંગણી કરવામાં આવી છે.
from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2D00ukf
No comments:
Post a Comment