ઢોરોને રસ્તે રઝળતા મુકનાર વઘુ એક પશુમાલિક સામે ફરિયાદ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 2 April 2019

ઢોરોને રસ્તે રઝળતા મુકનાર વઘુ એક પશુમાલિક સામે ફરિયાદ

વડોદરા,તા.1 એપ્રિલ 2019,સોમવાર

રસ્તા પર પોતાના પાલતુ ઢોરોને રઝળતા મુકી દઈ વાહનચાલકો અને રાહદારીઓના જીવને જોખમ ઉભુ કરનાર  વધુ એક પશુમાલિક સામે કોર્પોરેશનના અધિકારીએ ફરિયાદ નોંધાવી હતી. 

શહેર કોર્પોરેશનના કેટલ એન્ડ સિક્યુરીટી વિભાગ દ્વારા ગત ૨જી ફેબુ્રઆરીના બપોરે એસઆરપી ગૃ્રપ-૯ની ટીમ સાથે શહેર વિસ્તારમાં રસ્તે રખડતા ઢોરો પકડવાની કામગીરી હાથ ધરી હતી. ટીમ દ્વારા મકરપુરા પોલીસ મથકની હદમાંથી ઢોર પકડવામાં આવ્યા હતા. 

પકડાયેલા ઢોરો પૈકી પેકી એક ગાય  ૩૩ વર્ષીય રાજુ પ્રભાતભાઈ રબારી (ભગવતીનગર, દંતેશ્વર, પ્રતાપનગર)ની  હોવાની વિગતો સપાટી પર આવી હતી. રાહદારીઓ અને વાહનચાલકોના જીવને જોખમ ઉભુ થાય તે રીતે પોતાના ઢોરો રસ્તે રઝળતા મુકી દેનાર રાજુ રબારી વિરુધ્ધ કોર્પોરેશન અધિકારી ડો. વિજયકુમાર પંચાલે મકરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. 




from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Vdj13w

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages