વડોદરા,તા.1 એપ્રીલ, સોમવાર
કરજણમાં સરકારી કેરોસીનના જથ્થા સાથે એક વ્યક્તિને પોલીસે ઝડપી પાડી તેની વધુ પૂછપરછ હાથ ધરી છે. રેશનીંગનું કેરોસીન કાળાબજારમાં વેચાણ માટે સંગ્રહ કર્યો હોવાની આશંકાએ પોલીસે તપાસ શરૃ કરી છે.
કરજણ જુનાબજાર વિસ્તારમાં પ્રાથમિક શાળાની પાછળ, નાનાલાલની ચાલીમાં નટુભાઇ હઠેસિંહ ચાવડા રેશનીંગ દુકાનમાં વેચાણ થતું ભુરા રંગનું કેરોસીન લાવી વેચાણ કરે છે તેવી બાતમીના આધારે જિલ્લા એસઓજીની ટીમે દરોડો પાડતા ચાલીમાં ભુરા રંગનું કેરોસીન ભરેલા બે પીપ જણાયા હતાં.
એક પીપમાં ૨૦૦ લિટર તેમજ બીજા પીપમાં ૧૩૦ લીટર ભુરા રંગનું કેરોસીન જણાયું હતું. રેશનીંગ દુકાનમાં વેચાણ થતા કેરોસીનના જથ્થા અંગે આધાર પુરાવા માંગતા નટુભાઇ ચાવડા પાસે મળ્યા ન હતાં તેમજ રેશનીંગ દુકાનોમાંથી અથવા અન્ય રીતે ગેરકાયદે પુરવઠો મેળવીને કેરોસીન કાળાબજારમાં વેચાણ કરતો હોવાનું જણાયું હતું. પોલીસે કેરોસીનનો જથ્થો કબજે કરી નટુ ચાવડાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Vjwiaw
No comments:
Post a Comment