
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 1 એપ્રિલ 2019, સોમવાર
કરીના કપૂર અને અક્ષય કુમાર હાલ ફિલ્મ 'ગુડન્યુઝ'નું શૂટિંગ કરી રહ્યા છે. જેમાં હવે કરીનાનો પુત્ર તૈમુર પણ એક નાનકડા રોલમાં જોવા મળશે. કહેવાય છે કે, કરીનાએ જ ફિલ્મના નિર્માતા કરણ જોહરને આ પાત્ર માટે પોતાના પુત્રની ભલામણ કરી હતી. જોકે એક ચર્ચા એવી પણ છે કે આ સમાચારને ઘણા લોકો એપ્રિલ ફુલ તરીકે ગણાવી રહ્યા છે.
સૂત્રની વાત સાચી માનીએ તો, કરીના અને અક્ષયની ફિલ્મમાં સૈફ-કરીનાનો પુત્ર તૈમૂર લોન્ચ થઇ રહ્યો છે. અક્ષય-કરીનાની ફિલ્મ 'ગુડ ન્યુઝ'દ્વારા તે બોલીવૂડમાં ડેબ્યુ કરશે.ફિલ્મમાં તેનો ફક્ત દસ મિનીટનો જ કેમિયો હશે. કહેવાય છે કે, આ નાનકડા રોલ માટે તૈમૂરને એક કરોડ ફી પેઠે આપવામાં આવશે.
ફિલ્મના દ્રશ્ય પ્રમાણે અક્ષય કુમાર એક બાળકેને દત્તક લેવાનો વિચાર કરી રહ્યા છે. આ માટે કરણ જોહર એક સુંદર બાળકની શોધમાં હતો. કરીનાને આ વાતની જાણ થતાં જ તેણે કરણ ને તૈમુરની ભલામણ કરી અને કરણ તૈયાર થઇ ગયો હતો.
થોડા દિવસો પહેલાં આ ફિલ્મના સેટ પર તૈમૂર કિરાયા અડવાણી સાથે રેસ લગાડતો જોવા મળ્યો હતો. ત્યારે એવી ચર્ચા હતી કે, તે પોતાની માતાને મળવા સેટ પર ગયો હતો. પરંતુ હવે એમ લાગે છે કે તે ફિલ્મના શૂટિંગ માટે ગયો હતો. સૂત્રે વધુમાં કહ્યું હતું કે, તૈમૂરે બે દ્રશ્યોનું શૂટિંગ કર્યું છે. તે એ જ ફ્રેમમાં જોવા મળશે જેમાં કરીના અને અક્ષય હશે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TOxHVb
No comments:
Post a Comment