
ભાવનગર, તા. 02 એપ્રિલ 2019, મંગળવાર
ભાવનગર શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ગુરૃવારથી ત્રણ દિવસ વીજકાપ રહેશે. પીજીવીસીએલ દ્વારા વીજ લાઈનોમાં (આઈપીડીએસ સ્કીમ વર્ક) કામગીરી કરવામાં આવનાર હોય, શહેરીજનોને ગરમીના દિવસોમાં સાડા ૬ કલાક સુધી પાવરકાપનો સામનો કરવો પડશે.
ભાવનગર પીજીવીસીએલ, સિટી ૧ ડિવિઝન દ્વારા વીજ લાઈન ઉપર કામગીરી કરવાની હોવાથી તા.૪-૪ના રોજ ગાયત્રીનગર ૧૧ કેવી ફીડર (બંદર રોડ સબ સ્ટેશન (આંશિક)ના ડિસ્પોઝલ, સુમન ટાઉનશીપ, વર્ષા સોસાયટી, સુવિધા ટાઉનશીપ, સાંઈબાબા સોસાયટી, હમીરજી પાર્ક, પ્રધાનમંત્રી આવાસ યોજના વગેરે વિસ્તારમાં સવારે ૬-૩૦ કલાકથી બપોરના ૧ વાગ્યા સુધી વીજપુરવઠો બંધ રાખવામાં આવશે.
જ્યારે તા.૫-૪ને શુક્રવારે સવારે ૬-૩૦ થી ૧ કલાક સુધી પોર્ટ કોલોની ફીડર (વાલ્કેટ ગેટ સબ સ્ટેશન)ના પોર્ટ કોલોની, ડાયા પોચાની લાતી, ભાવનગર ફીડસ (એચ.ટી. કનેક્શન), રીના ટાઈલ્સ, આલ્કોક એશડાઉન (એચ.ટી. કનેક્શન), જુના બંદર રોડ સ્થિત વાયરલેસ સ્ટેશન ઓફિસ અને આજુબાજુના વિસ્તારો તેમજ તા.૬-૪ને શનિવારે સુભાષનગર ફીડર (બંદર રોડ સબ સ્ટેશન)ના આનંદનગર નવી એલઆઈજી, એકતા એપાર્ટમેન્ટ, આનંદનગર ત્રણ માળિયા, સ્લમ બોર્ડ, તિલકનગર, સાંઈબાબા સોસાયટી, કમલ એપાર્ટમેન્ટ, પટેલ પાર્ક, ટીવી રીલે કેન્દ્ર, વૃધ્ધાશ્રમ અને આજુબાજુના વિસ્તારોમાં સવારે ૬-૩૦ થી ૧ કલાક સુધી વીજકાપ રહેશે તેમ પીજીવીસીએલના સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HV3LVV
No comments:
Post a Comment