ચેક રિટર્ન કેસમાં મહિલાને બે વર્ષની કેદ ફટકારતી મહુવા કોર્ટ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 3 April 2019

ચેક રિટર્ન કેસમાં મહિલાને બે વર્ષની કેદ ફટકારતી મહુવા કોર્ટ

ભાવનગર, તા. 02 એપ્રિલ 2019, મંગળવાર

સાત લાખ રૂપિયાના ચેક રિટર્ન કેસમાં એક મહિલાને મહુવા કોર્ટે બે વર્ષની કેદ અને ચેકની બમણી રકમનો દંડ ફટકારતો ચૂકાદો આપ્યો છે. આ ચૂકાદા બાદ મહિલા મળી ન આવતા પોલીસ હજુ સુધી સજા વોરંટ બજવી શકી નથી.

જાણવા મળ્ મુજબ મહુવાના મોટા ખુટવડા ખાતે રહેતા ચંદ્રકાંતભાઈ નરભેરામભાઈ જાનીએ ચેતનાબેન યાત્રિકભાઈ ઓઝા (રહે, પ્લોટ નં.29/B, ધર્મરાજ સોસાયટી, સુભાષનગર, યોગેશભાઈ ત્રિવેદીના મકાનમાં, ભાવનગર) વિરુધ્ધ મહુવાની એડિશનલ જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.

જેમાં ફરિયાદીએ સાત-આઠ વર્ષ પૂર્વે ચેતનાબેનને મકાન લેવા માટે રૂ. 7 લાખ હાથઉછીના આપ્યા હતા. જેમાં નાણાં પરત આપવાની મુદ્દત વિતી ગયા છતાં પરત આપવામાં આવ્યા ન હતા. જેથી ચંદ્રકાંતભાઈએ તેમના પૈસાની માગણી કરતા આરોપીએ એસબીઆઈ-દિવાનપરા શાખાનો ચેક લખી આપ્યો હતો. પરંતુ નાણાંના અભાવે ચેક બાઉન્સ થયો હતો. જેથી નાણાંની માગણી કરતી કોર્ટ નોટિસ પાઠવવામાં આવી હતી.

જેમાં બન્ને પક્ષે લાંબી ચાલેલી કોર્ટ કાર્યવાહી બાદ ગત તા. 06-02ના રોજ એડીશ્નલ જ્યુડીશ્યલ મેજિસ્ટ્રેટે આરોપી ચેતનાબેન ઓઝાને ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ 255(2) મુજબ ધી નેગોસીએબલ ઈન્સ્ટુમેન્ટની કલમ 138 મુજબના ગુના સબ તકસીરવાન ઠેરવી બે વર્ષની સાદી કેદની સજા અને ચેકની બમણી રકમનો દંડ તેમજ દંડની રકમમાંથી ફરિયાદીને ચેકની રકમના 7 લાખા વળતર પેટે ચૂકવી આપવા હુકમ કર્યો હતો. આ હુકમને બે માસ જેવો સમય આવ્યો હોવા છતાં આરોપી મળી ન આવતા પોલીસ સજા વોરંટ ઈસ્યુ કરી શકી નથી. તેમ જાણવા મળ્યું છે.


from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2I983bl

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages