ઓખા મુકામે સી સ્કાઉટ-ગાઇડ કેમ્પમાં શ્રેષ્ઠ દેખાવ કરતા ભાવનગરના સ્કાઉટ-ગાઇડ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 3 April 2019

ઓખા મુકામે સી સ્કાઉટ-ગાઇડ કેમ્પમાં શ્રેષ્ઠ દેખાવ કરતા ભાવનગરના સ્કાઉટ-ગાઇડ


ભાવનગર, તા. 02 એપ્રિલ 2019, મંગળવાર

સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આવેલ ઓખા મુકામે શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર અને ગુજરાત રાજ્ય ભારત સ્કાઉટ-ગાઇડ સંઘના સંયુક્ત ઉપક્રમે તા.૨૬ થી ૩૧ માર્ચ દરમિયાન ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓ માટે સી સ્કાઉટ-ગાઇડ કેમ્પનું આયોજન થયેલ જેમાં ભાવનગર શહેરની શાળાના બાળકો જોડાયા હતા.

કેમ્પ દરમિયાન નેવલ કોસ્ટ બેટરી (એન.સી.બી.)ની મુલાકાત લીધી હતી અને દરિયાઇ સુરક્ષા માટે નેવીના જવાનો કેવી રીતે કાર્ય કરે છે તેની સમજ આપવામાં આવેલ અને સ્મોલ આર્મ્સ (નાના હથીયાર) બતાવવામાં આવેલ અને તેની રેન્જ વીશે સમજ આપેલ ત્યારબાદ નેવીના યુધ્ધ જહાજો, પ્રબલ અને વિદ્યુતની મુલાકાત લઇ તેની કામગીરી અને વેપન્સ અંગે માહિતી મેળવી હતી અને કોસ્ટ ગાર્ડ દ્વારા જહાજની માહિતી આપવામાં આવેલ.

જ્યારે દરિયાઇ જીવસૃષ્ટિ અંગે માહિતી મેળવવા ફિશરીશ મ્યુઝીયમની મુલાકાત લીધી હતી અને જેમાં દરિયાઇ જીવો અંગેની માહિતી સ્કાઉટ-ગાઇડને આપવામાં આવેલ. બેટ દ્વારકાની મુલાકાત સમયે દરેક સ્કાઉટ-ગાઇડે બોટીંગનો આનંદ માણ્યો હતો તેમજ દરિયાઇ સફરમાં લાઇટ હાઉસનું મહત્વ જાણવા ખાસ લાઇટ હાઉસની મુલાકાત લઇ તે અંગે પણ જાણકારી મેળવી હતી. આ પાંચ દિવસ દરમિયાન નેવી, કોસ્ટ ગાર્ડ, મરીન પોલીસ આપણા દરિયાની સુરક્ષા કેવી રીતે કરે છે તેની માહિતી મેળવેલ. ભાગ લેનાર તમામ સ્કાઉટ-ગાઇડને પ્રમાણપત્ર અને કીટ આપવામાં આવેલ.


from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2I8eBXO

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages