
આણંદ.તા, 8 એપ્રિલ 2019, સોમવાર
આણંદ જિલ્લાના બોરસદ શહેર ભાજપના પૂર્વ પ્રમુખે ભાજપ સાથે છેડો ફાડી પંજા સાથે હાથ મીલાવતા તાલુકા મથક બોરસદ સહિત આણંદ જિલ્લાનું રાજકારણ ગરમાયું છે. બોરસદ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ તેમજ અન્ય કાઉન્સીલર સહિત આશરે ૨૦૦ જેટલા કાર્યકરોએ કોંગ્રેસને સમર્થન આપ્યું હોવાના અહેવાલ સાંપડયા છે.
લોકસભાની ચૂંટણીને લઈને આણંદ જિલ્લાના ભાજપ તથા કોંગ્રેસના ઉમેદવારો દ્વારા મતદારોને રીઝવવા માટે ઠેર-ઠેર જનસંપર્ક કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે ત્યારે બોરસદ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ ભંવરસિંહ એમ.પુરોહિતે આજે ભાજપને અલવિદા કહી કોંગ્રેસમાં જોડાતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો વ્યાપ્યો છે.
ઉલ્લેખનીય છે કે ભંવરસિંહ પુરોહિતના ધર્મપત્ની ભગવતીબેન નગરપાલિકામાં હાલમાં કાઉન્સીલર છે. તેઓની સાથે સાથે વોર્ડ નં.૨ના અપક્ષ કાઉન્સીલર સુરેશભાઈ બચુભાઈ પરમારે પણ ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસનો હાથ પકડયો છે. સુરેશભાઈના ધર્મપત્ની પણ પૂર્વ ઉપપ્રમુખ રહી ચુક્યા છે.
વધુમાં ભંવરસિંહ પુરોહિતના જણાવ્યા મુજબ જિલ્લા સંગઠનમાં અનેકવાર રજૂઆતો કરવા છતાં બોરસદને અન્યાય કરવામાં આવ્યો છે. પાર્ટીમાં વકરેલ જૂથવાદ અને કાર્યકરોની થતી અવગણનાને લઈ છેલ્લા કેટલાક સમયથી રોષ ફેલાયેલો હતો. પ્રજાલક્ષી કામો પ્રત્યે ઉપેક્ષાને લઈને તેઓએ આ નિર્ણય લીધો હોવાનું તેમણે ઉમેર્યું હતું.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2OXul1g
No comments:
Post a Comment