ખેડા લોકસભા બેઠક પર લાગેલી અસંતોષની આગ અંતે ઓલવાઇ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 11 April 2019

ખેડા લોકસભા બેઠક પર લાગેલી અસંતોષની આગ અંતે ઓલવાઇ


- મોવડી મંડલના પ્રયત્નોથી કપડવંજના કાળુસિંહ ડાભી સહિત હોદ્દેદારો-કાર્યકરો સહિત ૧૦૦ જણાએ રાજીનામાં પરત ખેંચ્યા

નડિયાદ,તા. 8 એપ્રિલ 2019, સોમવાર


ખેડા લોકસભા બેઠક માટે કોંગ્રેસમાં બિમલ શાહને ટીકીટ આપ્યા બાદ રાજકીય ભૂકંપ સર્જાયો હતો. જેના પરિણામે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ,પૂર્વધારાસભ્ય સહિત તાલુકા-જિલ્લા કોંગ્રેસ પક્ષના ૧૦૦ થી વધુ હોદેદારોએ રાજીનામા આપ્યા હતા. જે બાદ ગતરોજ મોવડીમંડળ દ્વારા સમજાવવાના પ્રયત્નો હાથ ધરાતા એક સિવાય અન્ય દરેકે રાજીનામા પરત ખેચ્યા હતા. આ આખા મામલે આજે સોમવારના રોજ કપડવંજ વિદ્યાનસભાના ધારાસભ્યએ પણ પોતાનું રાજીનામુ પરત ખેંચતા આખા રાજકીય નાટકનો અંત આવ્યો હતો.

ખેડા લોકસભા બેઠક પરથી કોંગ્રેસ પક્ષ દ્વારા બિમલ શાહને ટીકીટ આપતા કપડવંજ મતવિભાગના ધારાસભ્ય કાળુસિંહ ડાભીએ કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામુ આપી દીધુ હતુ.તેમની સાથે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેશ ઝાલા, માજી ધારાસભ્ય નટવરસિંહ ઠાકોર તેમજ કેટલાક જિલ્લા હોદેદારો , જિલ્લા-તાલુકાપંચાયતના સભ્યો સહિત ૧૦૦ થી વધુ કાર્યકરોએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામા ધરી દીધા હતા.કોંગ્રેસી સભ્યોના એકાએક રાજીનામાથી  હરકતમાં આવેલ મોવડીમંડળે ખેડા જિલ્લામાં બે દિવસથી પડાવ નાખ્યો હતો અને રાજીનામા આપેલા બધા કાર્યકરોને મનાવવાની કોશિસો હાથ ધરાઇ હતી.જેમાં પહેલા પગથિયે રવિવારના રોજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને અન્ય વિવિધ હોદેદારોને મનાવી લેવામા મોવડી મંડળ સફળ રહ્યુ હતુ અને કાળુસિંહ સિવાય એ દરેકે પોતાના રાજીનામા પરત ખેંચ્યા હતા. 

બીજા પગથિયે આજે સોમવારે કાળુસિંહ ડાભીના નિવાસ્થાન છીપીયાલ ખાતે પ્રભારી  બિશ્વરંજન મોહંતીએ મુલાકાત કરી હતી.તેઓની સાથે ખેડા લોકસભાના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર અને અગ્રણી નાગરિકો હાજર રહ્યા હતા.અને કાળુસિંહ ડાભી દ્વારા આપવામાં આવેલ રાજીનામુ પરત ખેચી કોંગ્રેસ માટે સક્રીય થઇ સમગ્ર ખેડા જિલ્લામાં ઝંઝાવાતી પ્રચાર કરવાની હાકલ કરવામાં આવી હતી.તેમજ કોંગ્રેસ પક્ષના ઉમેદવારને જીતાડવા માટે કમરકસવા આહવાન કરવામાં આવ્યુ હતુ. 

જેના અંતે કાળુસિંહ માન્યા હતા. આમ કોંગ્રેસ પક્ષમાં છેલ્લા સપ્તાહથી ચાલી રહેલ હાઇવોલ્ટેજ ડ્રામાનો અંત આવ્યો છે.અને કાળુસિંહ ડાભીને મોવડી મંડળ મનાવવામાં સફળ રહ્યુ છે.આ સમાચારથી કોંગ્રેસી કાર્યકર્તાઓ ગેલમાં આવી ગયા છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2uR0fTW

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages