વડોદરા: માંજલપુર પાણીની ટાંકીમાં માછલીઓ સાથે ઝીંગા તણાઈ આવ્યા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 2 April 2019

વડોદરા: માંજલપુર પાણીની ટાંકીમાં માછલીઓ સાથે ઝીંગા તણાઈ આવ્યા

વડોદરા,1 એપ્રિલ,2019

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યા લાંબા સમયથી લોકોને પરેશાન કરી રહી છે.એવામાં બે દિવસ પૂર્વે માંજલપુર પાણીની ટાંકી ના સંપમાં દોઢ કિલો વજનની માછલી મળી આવતા તંત્ર દોડતું થયું હતું.એટલું જ નહીં માછલીની સાથે સાથે ઝીંગા પણ પાણીમાં જોવા મળ્યા હતા.બે દિવસ પૂર્વે વિપક્ષી કાઉન્સિલર ચિરાગ ઝવેરીએ પાણી પુરવઠાના એન્જિનિયરોને આ અંગે રજૂઆત કરી તાત્કાલિક સમસ્યાનો નિકાલ કરવા જણાવ્યું હતું તેમ છતાંય હજી સમસ્યાનો નિકાલ થયો નથી.

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આશરે 50 હજાર લોકોને પીવાનું પાણી પૂરું પાડતી માંજલપુર પાણીની ટાંકીના અંડરગ્રાઉન્ડ સંપમાં જળચર જીવો આવી પહોંચતા મારા સમસ્યા ઉભી થઇ છે. ૭૨ લાખ લીટર પાણીની ક્ષમતા ધરાવતા અંડર ગ્રાઉન્ડ બે સંપ છે.જેમાં પીળા રંગનું પાણી આવે છે. એટલું જ નહીં બે દિવસ પૂર્વે મુખ્ય પાણીની લાઇનમાંથી દોઢ કિલો વજનની માછલી તણાઇ આવી હતી.જોકે પાણી વિતરણ શરૂ થતા પહેલા જ માછલી બહાર કાઢી લેવામાં આવી હતી આજે વિપક્ષી કાઉન્સિલર ચિરાગ ઝવેરીએ સ્થળ પર જઈને તપાસ કરતા અંડરગ્રાઉન્ડ પાણીના સન્માન અસંખ્ય આવ્યા છે કેટલાક ઝીંગા તો મૃત હાલતમાં પાણીમાં પડેલા છે.જેના કારણે પીવાનું પાણી અતિશય દુર્ગંધ મારે છે આવું પાણી લોકોના પીવામાં આવતા રોગચાળાની પણ દહેશત ફેલાઈરહી છે.જળચર જીવો તણાઈ આવવાના કિસ્સામાં પાણી પુરવઠા વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે.જ્યારે આજે વિપક્ષી કાઉન્સિલર ચિરાગ ઝવેરીએ તંત્રની બેદરકારી ખુલ્લી પાડી હતી પાણીના સંપની સ્થળ તપાસ કરતા અસંખ્ય મરેલા જીંગા તણાઈ આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું



from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2CJLzuf

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages