ભાજપના ઉમેદવારની સ્થાવર જંગમ મિલ્કતમાં 22.07 લાખનો વધારો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 3 April 2019

ભાજપના ઉમેદવારની સ્થાવર જંગમ મિલ્કતમાં 22.07 લાખનો વધારો


ભાવનગર, તા. 02 એપ્રિલ 2019, સોમવાર

ભાવનગરની લોકસભા બેઠક માટે આજે સોમવારે ભાજપના ઉમેદવાર ભારતીબેન શીયાળે ઉમેદવારી ફોર્મ ભર્યુ છે અને સોેંગધનામુ દાખલ કર્યુ છે. તેઓ પાંચ વર્ષ સાંસદ હતા અને ભાજપે પક્ષે તેઓને ફરીવારી ટિકિટ આપી છે. પાંચ વર્ષમાં મહિલા સાંસદની જંગમ અને સ્થાવર મિલ્કતમાં રૃ. રર.૦૭ લાખનો વધારો થયો હોવાનુ જાણવા મળેલ છે. મહિલા સાંસદ પાસે મોટરકાર અને સોનુ પણ હોવાનુ સોંગધનામામાં જણાવેલ છે.

લોકસભાની સામાન્ય ચૂંટણી લડવા માટે આજે સોમવારે ભાવનગરની બેઠક પરથી ભાજપ પક્ષના ઉમેદવાર ભારતીબેન શીયાળે ઉમેદવારી પત્ર ભર્યુ છે અને તેઓએ સોંગધનામુ રજુ કર્યુ છે. મહિલા સાંસદના સોંગધનામા પર એક નજર નાખીએ તો તેઓની ઉંમર 55 વર્ષ છે અને તેઓએ બીએએમએસ સુધી અભ્યાસ કર્યો છે.

મહિલા સાંસદ પાસે કુલ રૂ. 8,322,505ની જંગમ અને સ્થાવર મિલ્કત છે, જેમાં જંગમ મિલ્કત રૂ. 4,147,505 છે અને સ્થાવર મિલ્કત રૂ. 4,175,000 છે. પાંચ વર્ષમાં તેઓની જંગમ-સ્થાવર મિલ્કતમાં રૂ. 2,207,731 લાખનો વધારો થયો હોવાનુ જાણવા મળેલ છે. મહિલા સાંસદ પાસે બે મોટરકાર છે, જેમાં એકની કિંમત રૂ. 14 લાખ અને બીજી મોટરકારની કિંમત રૂ. 4.25 લાખ છે. તેઓ પાસે 40 તોલા સોનુ કિંમત રૂ. 1,120,000 હોવાનો ઉલ્લેખ છે, જયારે પાંચ વર્ષ પૂર્વે તેઓ પાસે એક મોટરકાર અને 20 તોલા સોનુ હતું.

મહિલા સાંસદના પતિ ધીરૂભાઈ શીયાળ પાસે જંગમ અને સ્થાવર મળી કુલ રૂ. 5,255,656 મિલ્કત છે. તેઓની મિલ્કતમાં પાંચ વર્ષમાં રૂ. 12.15 લાખનો વધારો થયો હોવાનુ જાણવા મળેલ છે. ભાજપ પક્ષે ફરીવાર ભારતીબેન પટેલને ઉમેદવાર તરીકે પસંદગી કરી છે ત્યારે મતદારો કોની પસંદગી કરે છે? તેની રાહ જોવી જ રહી.


from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HVKCTY

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages