ઈંટરનેટ પર સૌથી વધારે સર્ચ થાય છે 'મોદી', રાહુલ ગાંધી બીજા ક્રમે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 11 April 2019

ઈંટરનેટ પર સૌથી વધારે સર્ચ થાય છે 'મોદી', રાહુલ ગાંધી બીજા ક્રમે


નવી દિલ્હી, 10 એપ્રિલ 2019, બુધવાર

વર્ષ 2019માં ઈંટરનેટ પર સૌથી વધારે સર્ચ થતા નેતા વડાપ્રધાન મોદી છે. અત્યાર સુધીમાં તેમના માટે 18 લાખથી વધારે વખત સર્ચ કરવામાં આવ્યું છે. વર્ષ 2018માં આ સંખ્યા 72 લાખ હતી. આ મામલે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બીજા ક્રમે છે. આ વર્ષે તેમને 15 લાખ વખત સર્ચ કરવામાં આવ્યા છે. 

એક રીપોર્ટ અનુસાર કોંગ્રેસને વર્ષ 2018માં સૌથી વધારે સર્ચ કરવામાં આવી હતી. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીની લોકપ્રિયતા વર્ષ 2018 19માં વધી છે. તેમને વર્ષ 2019માં 12 લાખ વખત સર્ચ કરવામાં આવ્યા છે જ્યારે આ સંખ્યા વર્ષ 2018માં 7 લાખ જેટલી હતી. 

રીપોર્ટ તૈયાર કરનાર કંપનીના પ્રમુખએ જણાવ્યાનુસાર તેમણે આ નેતાઓ સાથે જોડાયેલા ટ્રેંડિંગ ફીવડ્સ અને લોકપ્રિય પ્રશ્નોને ધ્યાનમાં રાખી આ અધ્યયન કર્યું છે. તેમાં સૌથી વધારે સર્ચ થતો પ્રશ્ન છે 'હુ ઈઝ નરેન્દ્ર મોદી ?'.  વડાપ્રધાન મોદી ફેસબુક પર પણ સૌથી વધારે સક્રીય રહેનાર નેતા છે. 



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2YYwNJr

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages