બાળકને ઈ-બુકને બદલે બુકથી ભણાવો, અનેક લાભ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 11 April 2019

બાળકને ઈ-બુકને બદલે બુકથી ભણાવો, અનેક લાભ

ટેકનોલોજીના આ યુગમાં લોકોનું કામ તો બહુ સરળ થઇ ગયુ છે પણ સંબંધોમાં ઘણું અંતર આવવા લાગ્યું છે. પહેલા પેરેન્ટ્સ પોતાના બાળકને વાર્તા સંભળાવીને સમયને એન્જોય કરતા જ્યારે આજે ટેકનોલોજીને લીધે આ બધી બાબતોમાં ખાસ્સો ફેર પડી ગયો છે. એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે લોકો બાળકોને પુસ્તકોને બદલે ઇ-બુકથી ભણાવે છે તેમનું ધ્યાન બાળકને ભણાવવા કરતાં ટેકનોલોજીની ચર્ચામાં વધારે હોય છે.


યુનિવર્સિટી ઓફ મિશિગનના સંશોધકોએ કરેલા આ સ્ટડીમાં 37 પેરેન્ટસની સાથે એમના બાળકો પર અભ્યાસ કર્યો હતો. જેમાં તેમણે ત્રણ પાસાઓ પર ખાસ ધ્યાન આપ્યું હતું - પ્રિન્ટ બુક, ઇલેક્ટ્રોનિક બુક્સ અને એડવાન્સ ઇલેક્ટ્રોનિક બુક જેમાં સાઉન્ડ અને એનિમેશન પણ હતું.

અભ્યાસનું પરિણામ એ આવ્યું કે જે પેરેન્ટ્સ બાળકોને ઈ-બુકથી ભણાવતા હતા તેમના બાળકોનું ધ્યાન ભણવા કરતાં ટેકનોલોજીમાં વધારે હતું. એ જ કારણ હતું કે બાળકો ભણવામાં વધારે ધ્યાન નહોતા આપી શકતાં અને પેરેન્ટ્સ પણ બાળકોને સારી રીતે ભણાવવામાં નિષ્ફળ રહે છે.

અભ્યાસ કરનારા ડૉક્ટર મુનજર કહે છે કે પેરેન્ટ્સ બાળકને ભણાવતી વખતે જે બોલે છે તેનાથી બાળકોની લેંગ્વેજ સ્કિલ વિકસે છે.  સાથે જ એમનું બોન્ડિંગ પણ વધે છે. ડૉક્ટર મુનજર તો ત્યાં સુધી કહે છે કે પુસ્તક વાંચતી વખતે બાળકોને ઘણાં અનુભવ થાય છે, જેને તેઓ લાંબા વખત સુધી યાદ રાખે છે. સાથે જ વાંચનને લીધે તેમના મગજનો વિકાસ પણ સારો થાય છે અને તેઓ નવી વસ્તુઓ સરળતાથી શીખી શકે છે.



from Lifestyle fashion News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UqRjE8

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages