
ભાવનગર, તા. 02 એપ્રિલ 2019, મંગળવાર
લોકસભાની સામાન્ય ચૂંટણી ફોર્મ ભરવાનો પ્રારંભ છ દિવસથી થઈ ગયો છે, જેમાં આજે મંગળવારે વધુ બે ઉમેદવારે ફોર્મ ભર્યા હતાં. કેટલાક ઉમેદવાર આજે પણ ઉમેદવારી પત્ર લઈ ગયા હતાં. ફોર્મ ભરવા આડે હવે માત્ર બે દિવસ રહ્યા છે ત્યારે કેટલા ઉમેદવાર ચૂંટણી ફોર્મ ભરે છે? તે જોવુ જ રહ્યું. ફોર્મ ઉપાડની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે તેથી વધુ ઉમેદવાર ચૂંટણીમાં ઝંપલાવશે તેમ લોકમુખે ચર્ચાય રહ્યુ છે.
ભાવનગર સહિત રાજ્યભરમાં આગામી તા. 23 એપ્રિલે લોકસભાની ચૂંટણી યોજાશે. લોકસભાની ચૂંટણી લડવા માટે ગઈકાલે સોમવારે ચાર ઉમેદવારે ફોર્મ ભર્યા હતા અને આજે મંગળવારે વધુ બે ઉમેદવારે ફોર્મ ભર્યા છે, જેમાં અપક્ષ ઉમેદવાર ચંદુભાઈ ડાભી અને વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના ધરમશી ધાપાએ આજે બીજીવાર ફોર્મ ભર્યુ હતું. આજે વધુ 12 ઉમેદવાર કુલ 30 ફોર્મ લઈ ગયા હતાં. છ દિવસમાં કુલ 40 ઉમેદવાર 81 ફોર્મ લઈ ગયા છે તેમ ચૂંટણી શાખાના સુત્રોએ જણાવેલ છે.
ઉમેદવારી ફોર્મ ભરવા આડે હવે માત્ર બે દિવસ જ રહ્યા છે. આગામી તા. 04 એપ્રિલને ગુરુવારે ઉમેદવારી પત્ર ભરવાનો અંતીમ દિવસ છે તેથી ઉમેદવારી પત્ર ભરવા ઉમેદવારોનો ધસારો વધશે તેમ જણાય રહ્યુ છે. ઉમેદવારી પત્ર ઘણા લોકો લઈ ગયા છે ત્યારે કેટલા લોકો ઉમેદવારી ફોર્મ ભરે છે? તેની ચર્ચા લોકમુખે શરૃ થઈ ગઈ છે. ગત લોકસભાની જેમ આ લોકસભામાં પણ વધુ ઉમેદવાર ચૂંટણી લડશે તેમ લોકોમાં ચર્ચાય રહ્યુ છે.
ફોર્મ ભરવા આડે બે દિવસ બાકી છતાં કોંગ્રેસે હજુ નામ જાહેર ન કર્યુ
લોકસભાની ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે મંગળવારે છઠ્ઠો દિવસ હતો અને હવે ફોર્મ ભરવા માટે માત્ર બે દિવસ બાકી રહ્યા છે. આગામી ગુરૃવારે ઉમેદવારી પત્ર ભરવાનો અંતીમ દિવસ છે છતાં ભાવનગરની બેઠક પર કોંગ્રેસ પક્ષે હજુ સત્તાવાર ઉમેદવારનુ નામ જાહેર કર્યુ નથી તેથી લોકોમાં અનેક ચર્ચાઓ ચાલી રહી છે. ભાજપના ઉમેદવારે ફોર્મ પણ ભરી દીધુ છે ત્યારે કોંગ્રેસે હજુ મગનુ નામ મરી પાડયુ નથી ત્યારે કોંગ્રેસ હવે કયારે ઉમેદવારનુ સત્તાવાર નામ જાહેર કરે છે? તેની રાહ જોવી જ રહી.
from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HXKIKC
No comments:
Post a Comment