(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.1 એપ્રિલ 2019,સોમવાર
યુતિના બેનર પરથી યુવાસેનાના નેતા આદિત્ય ઠાકરેનો ફોટો હટાવી લેવાથી નિર્માણ થયેલી નારાજગી દૂર કરવા માટે ઉત્તર સેન્ટ્રલ મુંબઇ લોકસભાની સાંસદ અને ભાજપની ઉમેદવાર પૂનમ મહાજન રવિવારે માતોશ્રી પર થઇને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને મળ્યા હતા.
ત્યારબાદ પૂનમ મહાજનના ચૂંટણીના પ્રચારનો બહિષ્કાર કરનારી યુવા સેનાએ પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો હોવાનું જાણવા મળ્યું છે. આમ પૂનમ મહાજને ભીનું સંકેલુ દીધું હતું.
પૂનમ મહાજનની ચૂંટણી પ્રચારના બેનર પરથી યુવા સેનાના નેતા આદિત્ય ઠાકરેનો ફોટા ન હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. આથી શિવસૈનિકોમાં નારાજગી વ્યાપી હતી. અને મહાજનની ચૂંટણીનો પ્રચારમાં સામેલ ન થવાનો નિર્ણય યુવાસેનાએ લીધો હતો.
આ નારાજગી દૂર કરવા સાંસદ પૂનમ મહાજન શિવસેના પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને મળવા તેમના નિવાસસ્થાન માતોશ્રી ગયા હતા. અને થયેલી ગેરસમજ દૂર કરવામાં તેમને સફળતા મળી હતી.
પૂમ મહાજન પણ ભાજપ યુથ વિંગના રાષ્ટ્રીય પ્રમુખ છે. અને શિવસેના પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના આશીર્વાદ લેવા પૂનમ મહાજન માતોશ્રી ગયા હતાં. યુવા સેના પ્રમુખ આદિત્ય ઠાકરેનો ફોટા બેનર પર મૂકવામાં તેમી ટીમની શરતચૂક થઇ ગઇ હતી. જાણી બુઝીને થઇ નથી.
એમાં પૂનમ મહાજનની ભૂલ નથી. મહાજન અને ઠાકરે પરિવાર એકબીજા નથી નિકટ છે, એમ શિવસેનાના સૂત્રોએ જણાવ્યું હતું. આમ શિવસેના- ભાજપ વચ્ચે થતો ઝઘડો સમય અટકાવી દીધો હતો. ભીનું સંકેલી દીધું હતું.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VewAzC
No comments:
Post a Comment