(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા.1 એપ્રિલ 2019,સોમવાર
અંધેરી પૂર્વના મરોલમાં વિજય નગરમાં આવેલી વૂડલેન્ડ ક્રશ સોસાયટીમાં આજે સવારે દસ વાગ્યે દીપડો ઘૂસી આવતાં નાગરિકોમાં ગભરાટ ફેલાયો હતો. સોસાયટીમાં ફરી રહેલાં દીપડાને પકડવા માટે વન વિભાગના અધિકારીઓને સાડા ચાર કલાકના પ્રયત્ન બાદ સફળતા હાથ લાગી હતી. બીજા માળા પર છૂપાઈને બેસેલાં દીપડાને ડાર્ટ મારીને બેશુદ્ધ કરવામાં આવ્યો હતો.
પહેલાં તો નાગરિકો એપ્રિલ ફૂલ બનાવી રહ્યાં હોવાનું લાગ્યું હતું. પરંતુ નાગરિકોના મોબાઈલમાં દીપડાનો ફોટો અને વીડિયો સર્કયુલેટ થતાં તેમનામાં ગભરાટ ફેલાયો હતો. દીપડો દેખાઈ આવતાં નાગરિકોએ વન અધિકારીઓનો સંપર્ક સાધ્યો હતો. ત્યારબાદ પોલીસ અને વન વિભાગના અધિકારી સંતોષ કંક અને તેના સહકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
વૂડલેન્ડ આ રહેવાસી સોસાયટી છે. ઇમારતના દાદરાની નીચે દીપડો છૂપાઈને બેઠો હતો. જંગલથી ભોજનની શોધમાં તે સોસાયટી સુધી આવી પહોંચ્યો એવી શક્યતા વર્તાવાઈ હતી.
વૂડલેન્ડ સોસાયટીથી અમુક અંતર પર સંજય ગાંધી નેશનલ પાર્ક આવેલું છે. એક રહેવાસીએ જણાવ્યું હતું કે મે દીપડાને જોયો નહોતો પણ બિલ્ડિંગના પરિસરમાં તે દોડીને લટાર મારી રહ્યો હોવાનું નાગરિકોએ જણાવ્યું હતું. પહેલાં દીપડો કારની નીચે પણ છૂપાઈને બેઠો હતો. ત્યારબાદ વન અધિકારીઓનો સંપર્ક કરાયો હતો.
આરે કોલોનીથી ૧૦૦ મીટરના અંતર પર આ પરિસર છે. દીપડો સોસાયટીમાં આવતાં બિલ્ડિંગના રહેવાસીઓએ દોડધામ કરી મૂકી હતી અને નાગરિકોમાં ગભરાટ ફેલાયોહતો. અનેક નાગરિકોએ દીપડાને જોવા માટે ગિરદી કરી હતી. પરંતુ કોઈ અનુચિત બનાવ ન બને એ માટે આ સોસાયટીમાં જવાને લઈને સ્થાનિક અટકાવી દેવામાં આવ્યાં હતાં.
સોસાયટીના સીસીટીવી કેમેરામાં દીપડો મુક્તપણે ફરી રહ્યો હોવાનું કેમેરાના ફૂટેજમાં દેખાઈ આવ્યું હતું. વન અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા હોવાથી આ દીપડાને કલાકો બાદ પકડવામાં સફળતા હાથ લાગી હતી. દીપડો પકડાયા બાદ રહેવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HRCN1q
No comments:
Post a Comment