કમિટીના રીપોર્ટ બાદ પેપર સેટરને પાંચ વર્ષ સુધી પરીક્ષા કામીરીથી દુર કરાયા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 11 April 2019

કમિટીના રીપોર્ટ બાદ પેપર સેટરને પાંચ વર્ષ સુધી પરીક્ષા કામીરીથી દુર કરાયા


ભાવનગર, તા. 10 એપ્રિલ 2019, બુધવાર

એમ.કે. ભાવનગર યુનિવર્સિટીની બીજા તબક્કાની પરીક્ષા દરમિયાન બીબીએ સેમ-૨માં કેપીઇએસની પ્રિલીમરી પરીક્ષાનું બેઠુ પેપર પુછાતા તપાસ કમિટીના અહેવાલ બાદ કસુરવાર ઠરેલ પેપર સેટરને પાંચ વર્ષ સુધી પરીક્ષાની કોઇપણ કામગીરી કરવાથી અળગા કરી દેવાયા હોવાનું જણાયું છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના રેગ્યુલર વિદ્યાર્થીઓની બીજા તબક્કાની પરીક્ષાનો તા.૮થી પ્રારંભ થયો હતો જેમાં બીબીએ સેમ-2માં યુનિવર્સિટી સંલગ્ન કેપીઇએસ કોલેજની પ્રિલીમરી પરીક્ષામાં પુછાયેલ પેપર બેઠુ પુછાતા વ્યાપક હોબાળો થઇ જવા પામ્યો હતો.

જેની જાણ યુનિ.ને થતા એક ઇસી સભ્ય તેમજ એક સિનીયર પ્રિન્સીપલની કમિટીની તાકીદની અસરથી નિમણૂંક કરાઇ હતી અને કમિટી દ્વારા બંને પ્રશ્નપત્રો મેચ કરાતા બેઠુ પેપર પુછાયુ હોવાનું સાબિત થયુ હતુ જે અંગે અહેવાલ રજૂ કરતા યુનિવર્સિટી દ્વારા તાકીદની અસરથી પેપર સેટર વિકાસ શાહને પાંચ વર્ષ માટે યુનિવર્સિટીની પરીક્ષા કામગીરીથી અળગા કરવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત કોલેજ મેનેજમેન્ટને પણ આ અંગે જાણ કરી ગંભીર ભુલ હોય એક્શન લઇ યુનિવર્સિટીને ત્રણ દિવસમાં જાણ કરવા લેખીત અહેવાલ મોકલાયો હોવાનું જણાયું છે. જો કે, એક તબક્કે દર વખતે કોઇપણ પ્રશ્ન હોય કમિટી નિમાય છે અને અહેવાલો મગાવાયા છે પરંતુ કેટલીય ક્ષતિઓનું હજુ સુધી નિરાકરણ આવી શક્યું નથી. જો કે, આજ મીજાજ રહેશે તો પ્રશ્નો ઉઠતાની સાથે જ પરિણામ આવી શકશે.


from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2U9ME4b

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages