
અધેવાડા, તા. 10 એપ્રિલ 2019, બુધવાર
ભાવનગર તાલુકાના અધેવાડા ગ્રામ પંચાયત તળે આવતી અલગ-અલગ 14 સોસાયટીઓના રહિશો છેલ્લા નવ વર્ષથી વેચાતુ પાણી વાપરે છે. પીવાના પાણી જેવી પાયાની અનિવાર્ય સુવિધા પુરી પાડવામાં સત્તાધિશો નિષ્ફળ ગયા હોય તેના વિરોધમાં ઉપરોકત 14 સોસાયટીઓના રહિશો દ્વારા આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાના મૂડમાં છે આ સોસાયટીઓના રહિશોએ પૂરતા પ્રમાણમાં પાણી નહિ તો વોટ નહિનો સંકલ્પ કર્યો છે.
ભાવનગર વિકાસ સત્તામંડળ તળે આવતા અધેવાડા નજીક આવેલી નીલકંઠ,દિવ્યાંશી, સુમેરુ અને દિલહર બંગલોઝ,ચન્દ્રપ્રકાશ રેસીડેન્સી, તુલસી પાર્ક 1 અને 2, તુલસી કોટેજ, જગદીશ્વર, રામેશ્વર સહિતની 14 સોસાયટીઓમાં અઠવાડીયામાં ત્રણ ત્રણ દિવસ ફકત 20-20 મિનીટ પાણીનું વિતરણ કરવામાં આવે છે. આ સોસાયટીઓના 5000થી વધુ રહિશોને છેલ્લા 9 વર્ષથી પીવાના પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ તદ્રન અપૂરતી મળે છે. સત્તાધીશોની લાપરવાહીથી આ સોસાયટીઓના રહિશો ન તો પૂર્ણ શહેરી વિસ્તારના હોય કે ન તો પૂર્ણ ગ્રામ્ય વિસ્તારના હોય પીવાના પાણી જેવી પાયાની સુવિધાથી વંચિત રહે છે. તેઓને પૂરતા પ્રમાણમાં પાયાની સુવિધા આપવામાં સત્તાધીશો દ્વારા અખાડા કરાય છે.
આ સોસાયટીઓના રહિશો વર્ષોથી પીવાનું શુધ્ધ પાણી મેળવવાના હકકથી વંચિત રહ્યા છે. તેઓને પૂરતા પ્રમાણમાં પાણી ઉપલબ્ધ થતું ન હોવાથી ઉપરોકત સોસાયટીઓના દરેક કુટુંબોને દર માસે અંદાજીત 1500 થી 2000 ના ખર્ચે વેચાતું પાણી લેવાની ફરજ પડે છે. ટેન્કર દ્વારા ખરીદાતું પાણી બીનપીવાલાયક હોય જે રહિશોના આરોગ્ય પર વિપરીત અસર પહોંચાડનારુ પણ હોય છે. સત્તાધીશો આ સોસાયટીઓમાં પાણીની પાયાની સુવિધા આપવામાં નિષ્ફળ ગયા હોય તેઓને પાણી વેચાતુ લેવાની ફરજ પડે છે. આ ગંભીર બાબતે તેઓએ વખતોવખત ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવા છતાં તેનું પરિણામ આવેલ નથી તેના વિરોધમાં આ સોસાયટીઓના રહિશો દ્વારા આગામી લોકસભા-2019ની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ફરજ પડશે. તંત્રની ઉપેક્ષાવૃતિ સામે રહિશોને ગાંધી ચિંન્ધ્યા માર્ગે જવાની ફરજ પડશે.
from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Z3BiCI
No comments:
Post a Comment