કોંગ્રેસે ભાવનગરમાં-ભાજપે બોટાદમાં કરવી પડશે વધુ મહેનત - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 11 April 2019

કોંગ્રેસે ભાવનગરમાં-ભાજપે બોટાદમાં કરવી પડશે વધુ મહેનત


ભાવનગર, તા. 10 એપ્રિલ 2019, બુધવાર

લોકસભાની સામાન્ય ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારે પુરજોશમાં પ્રચાર શરૃ કર્યો છે. કોંગ્રેસના ઉમેદવાર માટે બોટાદ પરિચીત છે અને ભાજપના ઉમેદવાર માટે ભાવનગર શહેર પરિચીત વિસ્તાર છે તેથી બંને ઉમેદવારે વિરૃધ્ધ વિસ્તારમાં વધુ મહેનત કરવી પડશે તેમ જણાય રહ્યુ છે. બોટાદ શહેર ભાજપ અને ભાવનગર શહેર કોંગ્રેસની મૂશ્કેલી વધારી શકે છે તેમ રાજકીય પંડીતોમાં ચર્ચાય રહ્યુ છે.

ભાવનગરની લોકસભા બેઠક પર કોંગ્રેસે પાટીદાર સમાજમાંથી મનહર પટેલ પ્રથમવાર તક આપી છે, જયારે ભાજપે કોળી સમાજમાંથી ડો. ભારતીબેન શીયાળને ફરિવાર રિપિટ કર્યા છે. આગામી તા. ર૩ એપ્રિલે ચૂંટણી યોજાશે તેથી બંને ઉમેદવાર પ્રચારમાં લાગી ગયા છે. ગત ટર્મમાં બોટાદ અને ગઢડા વિસ્તારમાંથી ભાજપના ઉમેદવારને સારા મત મળ્યા હતા પરંતુ ચાલુ લોકસભાની ચૂંટણીમાં મત મેળવવા ભાજપના ઉમેદવારે આ બંને વિસ્તારમાં વધુ મહેનત કરવી પડશે તેમ જણાય રહ્યુ છે.

બોટાદ અને ગઢડા પંથકમાં પાટીદારની વસતી વધુ છે. આ ઉપરાંત કોંગ્રેસના ઉમેદવાર બોટાદની વધુ પરિચીત છે. બોટાદમાં તેઓ ચેમ્બર ઓફ કોમર્સ અને ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન છે. ગઢડાના ધારાસભ્ય પ્રવીણભાઈ મારૃ કોંગ્રેસના છે અને ભાજપના ધારાસભ્ય સૌરભભાઇ પટેલ બોટાદમાં ખુબ જ ઓછી લીડે જીત્યા હતા તેથી કોંગ્રેસના ઉમેદવારને બોટાદમાં ઓછી મહેનત કરવી પડશે, જયારે ભાજપના ઉમેદવારે બોટાદ-ગઢડામાં વધુ મહેનત કરવી પડશે તેમ જણાય રહ્યુ છે.

બીજીબાજુ ભાવનગર શહેરથી ભાજપના ઉમેદવાર ડો. ભારતીબેન પરિચીત છે. ભાવનગર શહેરની પૂર્વ અને પશ્ચિમના ધારાસભ્ય પણ ભાજપના છે. આ ઉપરાંત ભાવનગર શહેરમાં મોટભાગની ચૂંટણીમાં ભાજપને વધુ લીડ મળે છે. ગત વિધાનસભામાં ભાવનગર શહેરમાંથી આશરે ભાજપને આશરે પ૦ હજારની લીડ મળી હતી તેથી ભાવનગર શહેરમાં ભાજપને ઓછી મહેનત કરવી પડશે, જયારે કોંગ્રેસના ઉમેદવારે ભાવનગર શહેર વધુ મહેનત કરવી પડશે. ભાવનગર શહેરની લીડ કોંગ્રેસ કાપી શકશે તો જ ફાયદો થશે તેમ રાજકીય લોકોમાં ચર્ચાય રહ્યુ છે. ભાવનગરની લોકસભા બેઠકમાં હાલ પાટીદાર અને કોળી ઉમેદવાર વચ્ચે જંગ જામ્યો છે ત્યારે મતદારો કોને જીતાડે છે? તેની રાહ જોવી જ રહી.


from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Z4P7k3

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages