
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 1 એપ્રિલ 2019, સોમવાર
આલિયા ભટ્ટ અને રણબીર કપૂર અંગત જીવનનમાં ડેટ કરી રહ્યા છે. આ જોડીને રૂપેરી પડદે સાથે લાવવા માટે નિર્માતા-દિગ્દર્શકો આતુર છે. પરંતુ આલિયાએ હાલ રણબીર સાથે કામ કરવાનો ઇનકાર કર્યો હતો.
સૂત્રના જણાવ્યા પ્રમાણે આલિયા અને રણબીરની જોડીને લવ રંજન પોતાની આગામી ફિલ્મમાં સાથે લેવા માંગતો હતો. પરંતુ આલિયાએ રણબીર સાથે કામ કરવાનો ઇનકાર કર્યો હતો. આલિયા અને રણબીર હાલ 'બ્રહ્માસ્ત્ર' માં સાથે કામ કરી રહ્યા છે. તેથી જ્યાં સુધી આ ફિલ્મ રીલિઝ નહીં થાય ત્યાં સુધી આલિયા રણબીર સાથેની કોઇ ફિલ્મ સાઇન કરશે નહીં. આલિયા-રણબીરે હજી ૧૫૦ દિવસનું શૂટિંગ કરવાનું બાકી છે. તેથી આ જોડી હાલ કોઇ ફિલ્મ સાથે સાઇન કરે તેવી શક્યતા નહીંવત છે.
આલિયા એક પછી એક ટોચના નિર્માતા-દિગ્દર્શકો સાથે ફિલ્મ સાઈન કરી રહી છે. તે બહુ ટુંકા સમયમાં જ નિર્માતા-દિગ્દશકોની માનીતી બની ગઇ છે. આલિયાએ સંજય ભણશાલીની સલમાન ખાન સાથેની ફિલ્મ પણ સાઇન કરી છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TM3UMJ
No comments:
Post a Comment