
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 1 એપ્રિલ 2019, સોમવાર
કરીના કપૂરનું નામ ગ્લેમરની દુનિયામાં ફક્ત અ્ભિનેત્રી તરીકે જ નહીં પરંતુ વિજ્ઞાાપન જગતમાં પણ જાણીતું છે. કરીનાએ છેલ્લા અઢાર વરસમાં પંદર બ્રાન્ડની એમ્બેસેડર બની છે. લગ્ન અને માતા બન્યા બાદ વિજ્ઞાાપનની દુનિયામાં તેની ડિમાન્ડ વધી ગઇ છે.
બોલીવૂડની ટોચની અભિનેત્રીઓ એક વિજ્ઞાાપન માટે સામાન્ય રીતે રૂપિયા પાંચથી છ કરોડ લેતી હોય છે.જેમાં કરીના પણ સામેલ છે. પરંતુ હવે કરીના લગભગ બમણી રકમ એક બ્રાન્ડ માટે વસૂલ કરશે. એક હેલ્થ ડ્રિન્કના વિજ્ઞાાપનમાટે તેની સાથે વાટાઘાટ ચાલી રહી છે. તેઓ કરીનાને પોતાની બ્રાન્ડ એમ્બેસેડર બનાવા માટે રૂપિયા અગિયાર કરોડ આપવા તૈયાર થયા છે. આ ફી એક વરસના કરાર માટેની હશે જેમાં પ્રોમો શુટ્ટસ અને માર્ક્ટિંગ કેમ્પેઇનનો સમાવેશ થાય છે.
કરીના કપૂર આાગમી ફિલ્મમાં અક્ષય કુમાર સાથે દેખાવાની છે. આ ઉપરાંત તે ઇરફાનની ફિલ્મમાં ખાસ ભૂમિકામાં જોવા મળશે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YEGBbs
No comments:
Post a Comment