અર્જુન કપૂર પંજાબી વિધિથી લગ્ન કરે તેવી પિતા બોનીની ઇચ્છા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 2 April 2019

અર્જુન કપૂર પંજાબી વિધિથી લગ્ન કરે તેવી પિતા બોનીની ઇચ્છા


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 1 એપ્રિલ 2019, સોમવાર

૩૩ વરસનો અર્જુન કપૂર અને ૪૫ વરસની મલયકા અરોરા ડેટ કરી રહ્યા છે, અને લગ્ન કરવાની તૈયારી કરી રહ્યા છે. કહેવાય છે કે, આ પ્રેમી યુગલ ૧૯ એપ્રિલે ક્રિશ્ચિયન વિધિથી લગ્ન કરવાનું છે. જોકે હવે આ લગ્ન લંબાઇ ગયા હોવાના સમાચાર છે. અર્જુનના પિતા બોની આ વાતને નકારી રહ્યા છે. 

એક સૂત્રના પ્રમાણે બોનીને પુત્ર અર્જુન ક્રિશ્ચિયન વિધિથી લગ્ન કરે તેનો વાંધો છે. તેમજ તેના પુત્ર ધામધૂમથી લગ્ન કરે તેવી તેમની ઇચ્છા છે. બોનીને પુત્રના લગ્ન પંજાબી વિધિથી કરવા છે. કપૂર પરિવારનું માનવું છું કે આ ફિલ્મમાં પરિવારજનો સામેલ થાય અને ધામધૂમથી પંજાબી વિધિથી લગ્ન કરવા જોઇએ. 

બોનીને ચર્ચ વેડિંગ પસંદ નથી. જોકે તેને બોલીવૂડના માંધાતાઓ માટે રિસેપ્શન પાર્ટી પણ રાખવી નથી. પહેલા તો તેઓ મલયકાને પુત્રવધુ તરીકે સ્વીકારવા રાજી નહોતા પરંતુ હવે પુત્રના પ્રેમ અને જીદની સામે લીધે નમતું જોખવું પડયું છે. મલાયકાને ૧૭ વરસન ોપુત્ર પણ છે. હવે પુત્રના ખુશી માટે પિતા આ લગ્ન માટે રાજી થયો હોવાનું કહેવાય છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FK4GVL

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages