
ગાંધીનગર તા. 10 એપ્રિલ 2019, બુધવાર
કોંગ્રેસના રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર આખરે અપેક્ષાઓ અને ધારણાઓ મુજબ કોંગ્રેસના તમામ હોદ્દા ઉપરથી પોતાનું રાજીનામું આપી દીધું છે.
આજે સાંજે અલ્પેશ ઠાકોરે ગુજરાતના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડ ને એક પેજનો રાજીનામાનો પત્ર મોકલ્યો છે જેમાં અલ્પેશ લખ્યું છે કે ગરીબોનું ભલું કરવા માટે મેં સપના જોયા છે તે પૂરા કરવા માટે હું સતત વિચારતો હોવ છું મારી સેનાના ગરીબ યુવાનોની સતત અવગણના અને અપમાનથી હું ખૂબ જ દુઃખી થયો છું.
મારા માટે મારી ઠાકોર સેના સર્વોપરી છે સત્તાની કોઈ લાલચ નથી આ નિર્ણય કરવો પણ મારા માટે ખૂબ જ દુઃખ દાયક છે ઠાકોર સેના નો આદેશ છે કે જ્યાં અપમાન અને અવગણના થતી હોય ત્યાં રહેવું જોઈએ નહીં જેથી હું કોંગ્રેસના તમામ પદ પરથી રાજીનામું આપું છું આવી પરિસ્થિતિનું નિર્માણ થશે એવી મેં ક્યારેય પણ કલ્પના કરી નહોતી ભારે દુઃખ અને વિશ્વાસઘાત ના અહેસાસ સાથે કોંગ્રેસના તમામ પદ પરથી રાજીનામું આપું છું જેનો સ્વીકાર કરવો.
અલ્પેશ ઠાકોરે રાજીનામાના અંતમાં લખ્યું છે કે કોઈ એક બાબતેની ઉણપ હોય તો તે સન્માન છે અને ભારોભાર જે દુઃખ છે તે વિશ્વાસઘાતનું છે મને હંમેશા વિશ્વાસઘાત મળ્યો છે અત્રે નોંધનીય છે કે તાજેતરમાં જ એટલે કે લોકસભાની ચૂંટણી પહેલા અલ્પેશ ઠાકોરની નારાજગી દૂર કરવા માટે રાહુલ ગાંધીએ તેમને AICCના સચિવ પણ બનાવ્યા હતા.
તેમજ બિહાર માં શક્તિસિંહની સાથે સહપ્રભારી તરીકેની પણ જવાબદારી સોંપી હતી ઉપરાંત લોકસભા ચૂંટણી માટે નિમાયેલી તમામ સમિતિમાં પણ અલ્પેશ ઠાકોરની સ્થાન અપાયું હતું હવે અલ્પેશ ઠાકોરે રાજીનામું આપી દેતા સૌ કોઈની નજર અલ્પેશ તરફ મંડાય છે કે તે ભાજપમાં ક્યારે અને કઈ રીતે જોડાય છે જોકે હજુ પણ અલ્પેશ એ ધારાસભ્ય પદેથી પોતાનું રાજીનામું વિધાનસભા ના અધ્યક્ષને સોંપ્યું નથી જેથી કોંગ્રેસ સાથે તેમણે સમાધાનનો માર્ગ પણ ખુલ્લો રાખ્યો છે.
from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2uVTksH
No comments:
Post a Comment