આજે વર્લ્ડ પાર્કિન્સન્સ ડે: ધૃજારી સાથેના લકવાનો રોગ એટલે કે 'પાર્કિન્સન્સ' - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 11 April 2019

આજે વર્લ્ડ પાર્કિન્સન્સ ડે: ધૃજારી સાથેના લકવાનો રોગ એટલે કે 'પાર્કિન્સન્સ'


ભાવનગર, તા. 10 એપ્રિલ 2019, બુધવાર

પાર્કિન્સોનિઝમ અર્થાત કંપવા નામની બિમારીની ઓળખ કરનાર વૈજ્ઞાાનિક જેમ્સ પાર્કિન્સન્સના જન્મદિન 11 એપ્રિલને દર વર્ષે વર્લ્ડ પાર્કિન્સન્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. યુરોપિયન પાર્કિન્સન્સ ડિસીઝ તેમજ પાર્કિન્સન્સ-યુ.કે. દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી દર વર્ષે 11 એપ્રિલ એ વર્લ્ડ પાર્કિન્સન્સ ડે તરીકે ઉજવવામાં આવે છે જેમાં આ બિમારી અંગે જનજાગૃતિ કેળવવાનો પ્રયાસ કરવામાં આવે છે.

17મી સદીમાં વૈજ્ઞાનિક જેમ્સ પાર્કિન્સન્સ એ 'ધૃજારી સાથેના લકવા પર નિબંધ' લખેલ જેમા તેણે પોતાના ત્રણ દર્દીઓ તેમજ અન્ય ત્રણ રાહદારીઓના કંપવાના લક્ષણો વર્ણવેલ. જેમા તેમણે આ બિમારીના મુખ્ય લક્ષણો જેવા કે, સ્નાયુ શક્તિમાં ઘટાડો થવો, અનૈચ્છિક ધુ્રજારી થવી, હાથને ટેકો આપવા છતાં પણ ધુ્રજારી શરૂ રહેવી, શરીરનું આગળ નમવુ, અનિચ્છાએ ચાલમાં ઝડપી ગતી આવવી તેમજ સમય જતા શરીરની સંવેદન શક્તિ તેમજ બુધ્ધીશક્તિમાં ઘટાડો થવો જેવા ચિન્હોનું પોતાના નિબંધમાં વર્ણન કરેલ જેના 60 વર્ષ બાદ આ બિમારીનું પાર્કિન્સન્સ ડિસીઝ તરીકે નામકરણ થયુ.

પાર્કિન્સન્સ ડિસીઝ એ મગજના ડોપામીન નામનું ન્યુરોટ્રાન્સમીટર ઉત્પન્ન કરતા કોષોના નાશ થવાથી કે કોષોની સંખ્યા ઘટવાથી ઉદ્દભવતી બિમારી છે. સમય જતા આ કોષોના નાશની ક્રિયા વધુ વકરે છે જેથી શરીરનું હલન-ચલન ધીમુ થવુ, હાથ-પગનું જકડાઇ જવુ કે અનિચ્છાએ કાંપવુ, સમય જતા યાદશક્તિ તેમજ બુદ્ધિશક્તિની ખામ અને વધુ પડતો થાક લાગવો જેવી તકલીફો ઉદ્દભવે છે. હાલના વૈજ્ઞાાનિક સંશોધનો અનુસાર આ બિમારીનો કોઇ નિર્ણાયક ઉપચાર શક્ય નથી. મગજમાં આ બિમારીના લીધે ઘટેલ ડોપામીન નામના ન્યુરોટ્રાન્સમીટરનું પ્રમાણ વધારતી દવાઓ વડે આ બિમારીની સારવાર કરવામાં આવે છે.


from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Ubuuz4

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages