
મુંબઇ તા.1 એપ્રિલ 2019, સોમવાર
બોલિવૂડની પ્રતિભાવાન અભિનેત્રી તબુનું આ મહિને યોજાનારા 17મા લોસ એંજલ્સ ફિલ્મ્સ ફેસ્ટિવલમાં સન્માન થવાનું છે એવી જાણકારી મળી હતી.
વેરાયટી ડૉટ કોમના એક અહેવાલ મુજબ શ્રી રામ રાઘવનની તબુ અભિનિત ફિલ્મ અંધાધૂંધથી આ ફેસ્ટિવલના શ્રી ગણેશ મંડાવાના છે. આ ફિલ્મમાં આયુષમાન ખુરાના હીરો હતો અને 2018ની હિટ ફિલ્મોમાં આ ફિલ્મનો સમાવેશ થયો હતો.
11 એપ્રિલથી શરૂ થઇને આ ફેસ્ટિવલ 14 એપ્રિલ સુધી ચાલવાનો છે. રીગલ લોસ એંજલ્સ લાઇવઃ અ બાર્કો ઇનોવેશન સેન્ટરમાં આ ફેસ્ટિવલ યોજાશે.
જો કે ઓપનિંગ અન ેક્લોઝીંગ નાઇટસ્ ફિલ્મો બીવર્લી હિલ્સ પર અહર્યા ફાઇન આર્ટસ્ થિયેટરમાં રજૂ થવાની છે. આ ફેસ્ટિવલના આયોજકોમાંના એક ક્રિસ્ટીના મરૌંદાએ કહ્યું કે આ ફેસ્ટિવલમાં રજૂ થનારી અડધો અડધ ફિલ્મો મહિલા ડાયરેક્ટર્સની હશે. એ રીતે અમે આ ફેસ્ટિવલને મહિલાલક્ષી બનાવી રહ્યા છીએ.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JVpvCY
No comments:
Post a Comment